દાહોદ અને ઝાલોદ નગરમાં માઁ દશામાંનું જાગરણ કરી દશામાંની મૂર્તિનું વાજતે ગાજતે વિશર્જન કરવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની, પંકજ પંડિત
દાહોદ, ઝાલોદ તા.૦૭
દાહોદ શહેર સહિત જિલ્લામાં આજરોજ દશામાંની પ્રતિમાનું માંઈ ભક્તિ દ્વારા લાગણી સભર વિસર્જન કરવામાં આવ્યું હતું. દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ માંઈ ભક્તો દ્વારા દશામાંની પ્રતિમાનું વાજતે ગાજતે દાહોદના રળીયાતી ખાતે આવેલ સંગમ નદીમાં વિસર્જન કર્યું હતું.
દિવાસાના દિવસથી દશ દિવસ સુધી દાહોદ શહેર સહિત જિલ્લામાં માંઈ ભક્તો દ્વારા માં દશામાની પ્રતિમાને પોત પોતાના ઘરમાં બિરાજમાન કર્યાં હતાં. દશ દિવસ સુધી માં દશામાંની આરતી, પુજા, અર્જના કરી વાજતે ગાજતે દશ દિવસ સુધી દશામાંની આરાધના કરી હતી ત્યારે દશ દિવસ બાદ આજરોજ માં દશામાંની પ્રતિમાના વિસર્જનના દિવસે આજે વહેલી સવારથી માંઈ ભક્તો દ્વારા માં દશામાંની પ્રતિમાને વાજતે ગાજતે લઈ દાહોદના રળીયાતી ખાતે આવેલ સંગમ નદીમાં માં દશામાંની પ્રતિમાને વિસર્જન કરવામાં આવી હતી. વહેલી સવારથી નદી ખાતે મોટી સંખ્યામાં માંઈ ભક્તો જાેવા મળ્યાં હતાં.
માઁ દશામાંના જાગરણ અને વિસર્જનને લઈ આજ રોજ ભક્તો ઝાલોદ નગરમાં ફળ, ફૂલ અને પૂજાપાની ખરીદી કરતા જોવા મળી રહ્યા હતા, અમુક જગ્યાએ દશામાંના ભક્તો દ્વારા ૫૬ ભોગ પણ રાખવામાં આવ્યું હતું, મા દશામાંની આરાધના સ્વરૂપે અમૂક ભક્તો કન્યા ભોજન પણ કરાવતા હોય છે
માઁ દશામાંનું વ્રત અષાઢ વદ અમાવાસ્યાથી શરૂ થયું હતું,ભક્તો દ્વારા દશામાંની દસ દિવસ સુધી દરરોજ સવાર સાંજ પૂજા અર્ચના કરવામાં આવી હતી ,માઁ દશામાંની દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરી શ્રદ્ધા સાથે સેવા કરવામાં આવી હતી ,દરરોજ માઁ દશામાંના ભક્તો દ્વારા ભક્તિ ,કીર્તન તેમજ ગરબા રમી માની આરાધના કરવામાં આવી હતી. દશામાંના ભક્તો દ્વારા જાગરણના દિવસે વિશેષ પૂજા અર્ચના કરી હતી, તેઓ દ્વારા માઁ દશામાંની આખી રાત ગરબા રમવામાં આવ્યા હતા, કોઈ કોઈ વિસ્તારમાંતો આજ રોજ વાજતે ગાજતે દશામાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
રાત્રિના પહોરમાં દશામાંના ભક્તો દ્વારા અબીલ ગુલાલ ઉડાડતાં દશામાંને ઝાલોદ નગરના રામસાગર તળાવ પર લઈ જઈ રહ્યા હતા, આખું વાતાવરણ ભક્તિમય લાગતું હતું જય દશામાંના નારાથી ગગન ગુંજી ઉઠયું હતું, ભાવિક ભક્તો પોત પોતાની રીતે ગરબા ,ઢોલ નગારા અને ભક્તિ કરતા કરતા રામસાગર તળાવ પહોંચતા હતા, દરેક ભક્તો દ્વારા તળાવ પર દશામાંની આરતી કરવામાં આવી રહી હતી આરતી કર્યા પછી ભક્તો દ્વારા દશામાંની મૂર્તિને રામસાગર તળાવમાં વિસર્જન કરવામાં આવી રહી હતી, આ ક્રમ વહેલી સવાર સુધી ચાલી રહ્યો હતો, અમુક ભક્તો માઁ દશામાંની ભક્તિમાં દસ દિવસ સુધી એવા મગ્ન થઈ ગયેલ હતા કે માતાના વિશર્જન વખતે તેમના આંસુ રોકાતા ન હતા અને માઁ દશામાં ફરી ઘરે જલ્દી પધારે તેવી મનોકામના કરતાં હતાં.