જીવન જ્યોત વિદ્યાલય લીમડી ખાતે ઇકોફ્રેન્ડલી માટીના શિવલિંગ બનાવાયા

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૦૯

વન્ડરફુલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવનજ્યોત વિદ્યાલય લીમડી અને શ્રીમતી આર.એમ. દેવડા માધ્યમિક સ્કૂલ લીમડીમા પાર્થિવ શિવલિંગ એટલે કે ઇકો ફ્રેન્ડલી માટીના શિવલિંગ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં કુલ ૮૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તે પછી દરેક વિદ્યાર્થીએ પોતાની જાતને આગવી ઓળખ આપવા અલગ અલગ જાતના શિવલિંગ બનાવ્યા અને તેને અવનવી ચીજો થી સુશોભિત કર્યા હતા તે પછી શાળાના સમગ્ર સ્ટાફના શિક્ષકો તથા શાળાના આચાર્ય કુલદીપ મોરીએ ખૂબ મહેનત કરી આયોજનને સફળ બનાવેલ અને સૌથી વધુ સુંદર શિવલિંગ બનાવનાર બાળકને નંબર આપવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: