વન વિભાગ દ્વારા અંતરિયાળ ગામ્ય વિસ્તારમાં તિરંગા રેલીને વ્યાપક જનપ્રતિસાદ
દાહોદ તા.૧૦




દાહોદ જિલ્લામાં આગામી તા. ૧૩ થી તા. ૧૫ ઓગષ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાશે. ત્યારે વન વિભાગ દ્વારા અંતરિયાળ ગામ્ય વિસ્તારમાં વ્યાપક જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. વન વિભાગ દ્વારા યોજવામાં આવી રહેલી તિરંગા રેલીમાં લોકો મોટી સંખ્યામાં જોડાય રહ્યા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં આ અંગે ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંતરિયાળ ગામડાઓમાં પણ લોકો આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે યોજાનારા હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થઈને પોતાના ઘરે તિરંગો લહેરાવા માટેનો ઉત્સાહ દર્શાવી રહ્યા છે.

