ત્રિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર
દાહોદ તા.૧૦
સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે સિંગવડના માં ભમરેચીના મંદિર થી કેશરપુર ગામ સુધી હર ઘર ત્રિરંગા અંતર્ગત ત્રિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ધારાસભ્ય શ્રી શૈલેષ ભાભોર પણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ વેળા સાંસદ શ્રી ભાભોરે લોકોને આઝાદી ના અમૃતહોત્સવ નિમિત્તે સ્વાતંત્ર સંગ્રામમાં શહાદત વહોરનાર શહીદોને શ્રદ્ધાજંલી આપવા હર ઘર ત્રિરંગા અભિયાનમાં જોડાવા અને પોતાના ઘરે અવશ્ય ત્રિરંગો લેહરાવા તેમ તેમણે જણાવ્યું હતું.