દાહોદ જિલ્લામાં પાવડી એસ.આર.પી. ના એક જવાન સામે પોલીસમાં ફરિયાદ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૧

દાહોદ જિલ્લામાં આવેલ પાવડી એસ.આર.પી. ગ્રૃપમાં એક જવાન ૪ દિવસની પરચુરણ રજા પર રહેતાં અને વારંવાર આ મામલે જવાનને અધિકારી દ્વારા નોટીસો મોકલવા છતાંય પણ ફરજ પર હાજર નહીં રહેતાં આ મામલે એસ.આર.પી. જવાન વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાંવા પામી છે.

પાવડી એસ.આર.પી. ગ્રૃપમાં આ.પો.કો. તરીકે ફરજ બજાવતાં ભુપેન્દ્રસિંહ કેવળસિંહ બારીયા તારીખ (રહે. ખુદરા, પો.કુવાઝેર, તા. મોરવા, જિ.પંચમહાલ) ૧૭.૦૨.૨૦૨૨ થી તારીખ ૨૦.૦૨.૨૦૨૨ સુધી દિન – ૦૪ની પરચુરણ રજા પરથી પોતાની ફરજ પર વ્યાજબી કારણ વગર ગેરહાજર હતાં અને હાજર થવા માટે અધિકારી દ્વારા વારંવાર નોટીસો પણ મોકલવામાં આવી હતી ત્યારે આજદિન સુધી પોતાની ફરજ પર હાજર ન થતાં અને કોઈપણ પ્રકારની જાણ કર્યાં વગર તેમજ ઉપરી અધિકારીઓના હુકમનું ઉલ્લંઘન કરી પોતાની મનસ્વી રીતે શિસ્તબંધ બેડાને ન છાજે તેવી ગંભીર પ્રકારની બેદરકારી દાખવતાં અને ફરજ પર હાજર ન થતાં આ સંબંધે એસ.આર.પી. ગ્રૃપ પાવડીના ઉમેદસિંહ માનસીંહ ભાભોરે ભુપેન્દ્રસિંહ કેવળસિંગ બારીયા વિરૂધ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: