ઝાલોદ નગરના વરસતા વરસાદ વચ્ચે તિરંગા રેલી નગરના માર્ગો પર નીકળી : આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ અને એન.સી.સી દ્વારા તીરંગા રેલી કાઢવામાં આવી
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૨
આઝાદી ના ૭૫ માં વર્ષના સ્વર્ણિમ મહોત્સવ અંતર્ગત આજ રોજ ઝાલોદ નગરમાં હર ઘર તિરંગાના અભિયાન હેઠળ નગરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ એસ યુનિટ અને એન.સી.સી સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફગણ ગોહિલ સાહેબની આગેવાની અને નગરના આગેવાનોના સાથ સહકારથી વિધાથીઁઓની રેલી નગરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં સરદાર ચોક શરૂ થઈ આંબેડકર ચોક, ગીતામંદિર, મીઠાચોક, મસ્જિદ બજાર, વડબજાર પર થઈ ભરત ટાવર પર સમાપન કરવામાં આવી હતી, નગરમાંથી નીકળનારી રેલી દ્વારા ભારત માતાકી જય નાં નાદ સાથે ઝાલોદ નગરના દરેક મોહલ્લા ગુંજી ઉઠયા હતા ,નગરના દરેક વિસ્તારોમાં યુવા વર્ગ તેમજ વ્યાપારી વર્ગ તેમજ નગરના દરેક સમાજના લોકોના સારો સહકાર જોવા મળતો હતો તેમજ અનેરું આકર્ષણ જોવા મળતું હતું સ્વયંભું લોકો રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણની ભાવના સાથે હર ઘર તીરંગા અભિયાનને સફળ બનાવવા માટે વિવિધ અભિયાનમાં જોડાઈ રહેલ જોવા મળી રહેલ છે.