ઝાલોદ તાલુકાના લીમડી મુકામેથી રણુજાઘામ પગપાળા સંઘ જવા રવાના થયું : માળી સમાજના લોકો દ્વારા આયોજન કરાયું
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૧૨
ઝાલોદ તાલુકાના લીમડી મુકામે થી માળી સમાજના લોકો દ્વારા પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ભગવાન રામાપીરના મંદિરે પગપાળા જનાર દરેક લોકો ત્યાં ભેગા થયા હતા રામાપીરના મંદિરે ભજન કિર્તન કરી આરતી કરી માળી સમાજના દરેક લોકો રણુજાધામ જવા નીકળ્યા હતા, બેંડ વગાડતા ફટાકડા ફોડતા યાત્રા જનાર લોકો રણુંજા ધામના જયકાર વચ્ચે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા જવા રવાના થયા હતા.

