દાહોદ જિલ્લા કક્ષાના ૭૩ માં વન મહોત્સવની ઉજવણી ઝાલોદના મીરાખેડી ખાતે કરાઈ : વન મહોત્સવ સરકારની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે : સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર

દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લા કક્ષાનો ૭૩મો વન મહોત્સવ – ૨૦૨૨ની ઉજવણી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને અને મહાનુભાવોની હાજરીમાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી એકલવ્ય રેસીડેન્સિયલ મોડલ સ્કુલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સાંસદશ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતુ કે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવતર અભિગમોની આગવી કેડી કંડારીને રાજ્યનો સર્વાંગી વિકાસ હાથ ધર્યો હતો. તેમણે વિકાસના અન્ય તમામ ક્ષેત્રોની સાથે પર્યાવરણની જાળવણીની નેમ સેવીને વન મહોત્સવને લોકભોગ્ય બનાવ્યો હતો. શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી દર વર્ષે વન મહોત્સવ જન ભાગીદારી સાથે ગુજરાતમાં તમામ જિલ્લામાં વૃક્ષોનું વાવેતર શરૂ થયું અને હવે તે એક જન આંદોલન બની ચૂક્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વધતા જતા વાહનોના કારણે પ્રદૂષણની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને આબોહવા દૂષિત થઈ રહી છે ત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવા વૃક્ષારોપણની સાથે વૃક્ષોનું જતન પણ જરૂરી છે પર્યાવરણના મુદ્દે લોકોમાં જાગૃતિનું સ્તર સતત વધી રહ્યું છે. તેથી જ વૃક્ષારોપણમાં લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ એક વૈશ્વિક સમસ્યા છે, તે બધાને એકસરખી રીતે અસર કરે છે, તેથી તેના ઉકેલમાં પણ તમામ લોકોની ભાગીદારી અનિવાર્ય છે. તેની સામે સૌએ સાથે મળીને લડવું પડશે. અને તેનો એક જ ઉપાય વૃક્ષારોપણ છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલકુમારી વાઘેલાએ જણાવ્યું હતું કે વૃક્ષોને કુદરતના આશીર્વાદરૂપ ગણાવ્યા હતા તેમજ પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ એ એક કુદરતી આપત્તિ છે. કુદરતના આશીર્વાદ સમાન વૃક્ષોની સંખ્યા નોંધપાત્ર રીતે નહીં વધારવામાં આવે અને જો આમને આમ જ પ્રદૂષણ વધતું રહ્યું તો કદાચ આવનાર વર્ષોમાં લોકોને શ્વાસમાં તાજી હવા લેવા માટે પણ ઓક્સિજન મળી રહેશે નહીં. ઑક્સીજન નું મહત્વ આપણે કોરોનાનાં સમયમાં સરખું સમજી ગયા છીએ આથી ભવિષ્યમાં એ પરિસ્થિતિ નાં સર્જાય તેથી આપણે અત્યારે વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવો જોઈએ. આ ઉપરાંત પર્યાવરણ નું જતન કરવા વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે
આ અવસરે કલેકટર શ્રી હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નેહાકુમારી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલકુમારી વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભુરીયા,મીરાખેડીના સરપંચશ્રી સહિત જિલ્લા અને ઝાલોદ તાલુકા પંચાયતના સદસ્યો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત પ્રસ્તુતિ કરવામાં આવયું હતું આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન નાયબ વન સંરક્ષક શ્રી અમીતકુમાર નાયકે કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!