ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે મોટરસાઈકલ અને જીપ વચ્ચેના માર્ગ અકસ્માતમાં મોટરસાઈકલ ચાલકનું મોત
દાહોદ તા.૧૦
ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે રોડ પર મોટરસાઈકલ અને જીપ વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં મોટરસાઈકલ પર સવાર બે જણાને ગંભીર ઈજાઓ થતાં એકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે ગત તા.૦૮.૧૦.૨૦૧૯ના રોજ એક જીપ ચાલક પોતાના કબજાની જીપ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતા મુંહાડેહા ગામે માલાઘાટી રોડ પર આવતાં મુંડાહેડા ગામે ગામતળ ફળિયામાં રહેતા રૂમાલભાઈ વીરસીંગભાઈ મુનીયાની મોટરસાઈકલને જાશભેર ટક્કર મારતા રૂમાલભાઈ તથા મોટરસાઈકલ પાછળ બેઠેલ અક્ષયભાઈ એમ બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાયા હતા અને જેને પગલે રૂમાલભાઈના જમણા પગના ત્રણ ટુકડા થઈ ગયા હતા જ્યારે અક્ષયભાઈને શરીરે નાની મોટી ઈજાઓ થવા પામી હતી. ઘટનાને સંદર્ભે ૧૦૮ મારફતે ઉપરોક્ત બંન્ને ઈજાગ્રસ્તોને નજીકની હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમ્યાન રૂમાલભાઈ વીરસીંગભાઈ મુનીયાનું મોત નીપજ્યું હતુ.
આ સંબંધે મૃતકના પુત્ર પિનલભાઈ રૂમાલભાઈ મુનીયાએ લીમડી પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.