બી.આર.સી ભવન ઝાલોદ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા મહોત્સવ યોજાયો

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૨

જી.સી.ઈ.આર.ટી .ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદના સંયુક્ત ઉપક્રમે આઝાદી ના 75 મા અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાનો કલા-મહોત્સવ બી.આર.સી ભવન ઝાલોદ ખાતે તારીખ 12/08/2022 ના રોજ યોજાયો હતો જેમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ જેવી કે ચિત્ર સ્પર્ધા,બાળકવિ સ્પર્ધા,સંગીત ગાયન,સંગીત વાદન સ્પર્ધા. આ ચારેય સ્પર્ધા માં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબરે વિજેતા થયેલા બાળકોને તેમજ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ બાળકોને મુકેશભાઈ એસ.ડામોર (પૂર્વ પ્રમુખ -ઝાલોદ તાલુકા ભાજપા) તરફથી પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા તેમજ બાળકોને આઝાદીના અમૃત મહોત્સવ – “હર ઘર તિરંગા” અંતર્ગત જાગૃતતા ફેલાવવા માટેના સૂચનો કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: