મિસ્ટર ચેરિટબેલ ટ્રસ્ટ દ્વારા લીમડી નગરમાં તિરંગા યાત્રા યોજાઈ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૩
હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ શનિવાર મિસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લીમડીનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
આઝાદીના 75 વર્ષ નિમિત્તે ઉજવણી એ સાંસ્કૃતિક તથા સિદ્ધિઓના ગૌરવશાળી ઇતિહાસ ની ઉજવણી કરવા માટે આઝાદી કા અમૃત મહોત્સવ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા પહેલ કરવામાં આવી હતી જેના અંતર્ગત આજરોજ મિસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એસ.એચ.કર્ણાવટ શિક્ષણ સંકુલ લીંમડી થી યાત્રાનો પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં ભારત માતાકી જય વંદે માતરમ્ સાથે દરેક શેરીઓ ગુંજી હતી જેમાં મિસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ સુનિલભાઈ કર્ણવાટ ,મંત્રી હિતેન્દ્ર ભાઈ પંચાલ ,નિલેશભાઈ પટેલ અને દાહોદ જિલ્લાના ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા સહીત લલીતભાઈ ભુરીયા, વિજયભાઈ મોરી ,દિપેશભાઈ શર્મા , ધર્મેન્દ્રસિંહ રાઠોડ મુકેશભાઈ કર્ણાવટ, જેન્તીભાઈ પરમાર , મિલનભાઈ શ્રીમાર, ઉત્કર્ષભાઈ શર્મા તથા ગામના વડીલો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તથા શાળાના શિક્ષકો જોડાયા હતા.