ઝાલોદ તાલુકાના પથેપુરા મુકામે ભવ્ય તિરંગા રેલી યોજાઈ : જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેનની આગેવાની હેઠળ તિરંગા યાત્રા યોજાઈ
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૧૩
આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત વગેલા જિલ્લા પંચાયત સીટના પેથાપુરમાં તિરંગા રેલી યોજાઇ હતી. આ તિરંગા રેલીમાં ખૂબજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓ તેમજ સામાજિક અગ્રણીઓ પણ જોડાયા હતા.હાજર દરેક વ્યક્તિના ચહેરા પર દેશ ભક્તિને લઈ અનેરો ઉત્સાહ જોવાતો હતો ચાલો ઇતિહાસ બનાવીએ દરેક ઘરે તિરંગો લહેરાવીએ
આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે આપણા ઘર કે ઓફિસ પર રાષ્ટ્રધ્વજ લહેરાવીએના સ્વૈચ્છીક વલણ સાથે દરેક લોકો યાત્રામાં જોડાયા હતા.

