ઝાલોદ નગરમાં તિરંગા યાત્રામાં સ્વયંભુ માનવ મહેરામણ ઉમટયું : દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા હાજર રહ્યા હતા
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૧૪
ઝાલોદ નગરમાં આજ રોજ 13-08-2022 શનિવારના રોજ સાંજે 4:30 વાગે મુવાડા ચોકડી પરથી તિરંગા યાત્રા નીકળી હતી ,નગરના તિરંગા યાત્રાના આગેવાનોને આજે ખૂબ જ સારો સહકાર મળ્યો હતો, મુવાડા ચોકડી પરથી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી ત્યાં સ્વૈચ્છિક જનમેદની ઉમટી પડી હતી દરેકના ચહેરા પર દેશ પ્રેમ છલકાતો જોવા મળતો હતો, દેશની આન બાન શાનમાં કઈ બાકીના રહે તેમ હિન્દુ હોય કે મુસ્લિમ દેશના ઝંડાને ખુબજ ગર્વ થી લઈ તિરંગા યાત્રામાં જોડાયા હતા, દરેક સમાજના આગેવાનો પોતાના મિત્ર મંડળ સાથે યાત્રામાં જોડાયા હતા, દેશના તીરંગાની આન માં કે શાન માં કઈ બાકીના રહે તેની ખૂબજ કાળજી રાખતા હતા, સૌ ના ચહેરા પર તિરંગા ઉત્સવને લઈ ખુબજ આતુરતા જોવાઈ રહી હતી દરેક વ્યક્તિ દેશ પ્રત્યે પ્રેમ સન્માન અને આદરના કોઈ કમીં નાં રહે તેની કાળજી લેતા હતા ,આખા વિશ્વમાં રેકોર્ડ સમાન ભારતમાં તિરંગા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે જે અકલ્પનીય છે, નરેન્દ્ર મોદીના એક હાકલ પર ભારતવર્ષ નાં દરેક લોકો જોડાયા હતા ,ઝાલોદ નગરનાં આગેવાનો દ્વારા ખુબજ સરસ સંકલન પ્રમાણે આયોજન થઈ રહ્યું હતું દરેક લોકો આગેવાનોને મળી દેશ પ્રત્યે કઈ કરવા માટે આતુરતા બતાવતા હતા, ખૂબ જ મોટા પ્રમાણમાં સ્વયંભુ લોકો જોડાતા ઝાલોદ નગર માટે એક ઉત્સવ જેવું વાતાવરણ લાગતું હતું, તિરંગા યાત્રાને દરેક વિસ્તારમાં સ્વાગત થતું હતું તેમજ વંદે માતરમ્, ભારત માતા કી જય સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું તિરંગા યાત્રા મુવાડા થી રામજી મંદિર - સરદાર ચોક -આંબેડકર ચોક - મોચી દરવાજા - વોહરા બજાર - મસ્જિદ - માંડલી - ગીતામંદિર - સ્વર્ણિમ સર્કલ કોલીવાડા - મીઠાચોક - કસ્બા - તળાવ -લુહારવાડા - વડ બજાર પરથી થઈ ભરત ટાવર પર સમાપન થઈ હતી.

