આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ફૂલપુરા અને ઘેંસવા અમૃત સરોવરના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું : 45,00,000 નાં કામનું લોકાર્પણ કરવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૧૭
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે ફુલપુરા અને ઘેસવા ગ્રામપંચાયતોમાં 45,00,000/- લાખનાં ખર્ચે તૈયાર થયેલ અમૃત સરોવરનું લોકાર્પણ સુમનબેન મુકેશભાઈ ડામોર (ગામડી જિલ્લા પંચાયત સભ્ય) અને મુકેશભાઈ સમસુભાઈ ડામોર (પૂર્વ પ્રમુખ ભાજપ ઝાલોદ તાલુકા) નાં વરદ્ હસ્તે આજ રોજ 75માં આઝાદી કા અમૃત મહોત્સવ 15 મી ઑગસ્ટ સ્વાતંત્ર્ય પર્વનાં દિને કરવામાં આવ્યું.
આ પ્રસંગે મનરેગાના આસિ.વર્કસ.મેનેજર બલવંત લબાના , ટેક્નિકલ આસિ. રિતેશ રાઠવા, સેહેલખાન પઠાણ, શકજીભાઈ ગરાસિયા,ઘેસવા સરપંચ રીંકુબેન મુકેશભાઈ ડામોર,ફુલપુરા સરપંચ હવસિંગભાઈ ભૂરિયા, ડે.સરપંચો, સભ્યો તથા તમામ ગ્રામરોજગાર સેવકો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

