ઝાલોદ પોલીસ દ્વારા એટેમ્ટ મર્ડરના આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પડયો : ઝાલોદ પોલીસનું સરાહનીય કાર્ય
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૮
12-08-2022 ના રોજ ઝાલોદ બસ સ્ટેન્ડની અંદર રાત્રીના ૧૦ વાગ્યાના સુમારે એક અજાણ્યા ઈસમ દ્વારા ઝાલોદ બસ સ્ટેન્ડની અંદર સુરત જવાની રાહ જોઈ ઉભેલ ઝાલોદના વતની રીતિકભાઈ સોમાભાઈ પીઠાયા તેમજ હિતેશભાઇ માંગીલાલ ડામોર ડુંગરા ( રાજસ્થાન )ના શરીર પર ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરેલ જે સંબંધે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે.
આ અનડીટેક્ટ ગુન્હાની ગામભીતા સમજી પોલીસ અધિક્ષક બલરામ મીણા દાહોદનાઓએ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં જાહેરમાં બનેલ એટેમ્ટ ટુ મર્ડરના ચકચારી બનાવના આરોપીને ઝડપી પાડવા સૂચના આપેલ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુજ્જર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.રાઠવા નાઓએ પોલીસની જુદી જુદી ટીમ બનાવી હતી
જે અનુસંધાને ઝાલોદ પોલીસ સ્ટેશનના સિ.પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એમ.માળી તથા પોલીસ માણસો દ્વારા આરોપીને પકડવા પ્રયત્નો કર્યા હતા તે અનુસંધાને અ.હે.કો અનિલભાઈ ભાથુંભાઈ તથા પો.કો. કલ્પેશભાઈ ડાહ્યાભાઈને અંગત બાતમીને આધારે આરોપી ચિરાગભાઈ ભાભોરને તેમના મુકામ લખનપુરથી ઝડપી પાડેલ.
આમ ઝાલોદ પોલીસને ગણતરીના દિવસોમાં પકડી પાડી સફળતા મળેલ છે