ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં HTAT, CRC, BRCને ચૂંટણી લડવા દેવા કોર્ટની લીલીઝંડી
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૮
ધી ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક કો. ઓપરેટીવ સોસાયટી લી. ઝાલોદ દ્વારા વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૭ સુધીની કારોબારી સમિતિ માટે તા.૦૭/૦૬/૨૦૨૨ના રોજ જાહેરનામું આપી ચૂંટણી કાર્યક્રમ તથા ઉમેદવારી ફોર્મ ચકાસણી માટેના નિયમો પ્રસિધ્ધ કરેલ હતા. જેમાં ઉમેદવારી ફોર્મ ચકાસણી માટેના નિયમ નંબર ૧૧ મંડળીના સભાસદો પૈકી જેમની પ્રતિ નિયુક્તિ CRC, BRC કે HTATમાં થયેલ છે તેવા સભાસદો ઉમેદવારી કરી શકશે નહીં કે ટેકો કે દરખાસ્ત કરી શકશે નહી.
આ નિયમને સંયુક્ત રજીસ્ટાર અને સભ્યશ્રી, બોર્ડ ઓફ નોમીનીઝ, સ. મં. ગોધરાની કચેરીમાં દેવાંગભાઈ વસૈયા, રોશનીબેન બિલવાળ, નિલેશભાઈ સી. ડામોર, નિલેશભાઈ એમ. ડામોર તેમજ દિનેશભાઈ ભુરીયા દ્વારા પડકારતાં સંયુક્ત રજીસ્ટાર અને સભ્ય, બોર્ડ ઓફ નોમીનીઝ, સ.મં.ગોધરા દ્વારા આજ રોજ ચુકાદો આપેલ કે
ચૂંટણીમાં ઉમેદવારી કરવાના નિયમ નં. ૧૧ને સહકારી કાયદાની જોગવાઈ વિરુદ્ધનો ઠરાવી બિનઅમલીય જાહેર કરી ધી ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સોસાયટીને નિયમ નંબર ૧૧ને દુર કરી નવેસરથી ચુંટણીમાં ઉમેદવારી કરવાના નિયમો જાહેર કરી હુકમની તારીખથી એક મહિનામાં એટલે કે તા.૧૪/૦૯/૨૦૨૨ સુધીમાં ચુંટણી કરવા હુકમ કરવામાં આવ્યો હતો.