ફતેપુરા તાલુકાના બારસાલેડા ગામે ઢોલ વગાડવાના મુદ્દે એક ફટકાર્યાે
દાહોદ તા.૧૧
ફતેપુરા તાલુકાના બારસાલેડા ગામે મરણ પ્રસંગે ઢોલ વગાડવાના રૂપીયા કેમ લીધા હોવાની અદાવત રાખી ચાર જેટલા ઈસમોએ એક ગડદાપાટ્ટુનો તથા લાકડી વડે માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના બારસાલેડા ગામે રહેતા માનસીંગભાઈ ખાતુભાઈ કટારા, સંજયભાઈ માનસીંગભાઈ કટારા, ખાતુભાઈ માનાભાઈ કટારા અને દલસીંગભાઈ ખાતુભાઈ કટારાનાઓએ એકસંપ થઈ પોતાની સાથે લાકડી લઈ આવી પોતાના ગામમાં માળી ફળિયામાં રહેતા વાલુભાઈ મોતીભાઈ ઢોલી પાસે આવી બેફામ ગાળો બોલવા લાગ્યા હતા અને કહેલ કે, તમોએ મારા ભાઈના મરણ પ્રસંગે ઢોલ વગાડવાના રૂપીયા પચ્ચીસો કેમ લીધેલા, તેમ કહી એકદમ ઉશ્કેરાય જઈ ઉપરોક્ત ચારેય જણાએ વાલુભાઈ તથા તેમની સાથેના માણસોને લાકડીઓ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપતાં આ સંબંધે વાલુભાઈ મોતીભાઈ ઢોલીએ ફતેપુરા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.