ઝાલોદમાં બ્રહ્માકુમારીઝ દ્વારા જન્માષ્ટમીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૦

ભગવાન વિષ્ણુના અવતારોમાં કૃષ્ણના અવતારની પૂજા ભારતના ઘર ઘરમાં થાય છે તેથી આ ઉત્સવ દરેક ભારતીયો માટે મહત્વનો ગણાય છે એક પ્રાચીન કથા અનુસાર કૃષ્ણનો જન્મ રાત્રીના ૧૨ વાગ્યા પછી એટલે થયો કે ચંદ્રની એવી ઇચ્છા હતી કે ભગવાનનો જન્મ તેમના કુળમાં થાય એટલેકે તેમની તિથિ મુજબ થાય જેથી ભગવાન કૃષ્ણ ચંદ્રવંશી કહેવાય, ભગવાન કૃષ્ણનો જન્મ પૃથ્વી પર થતા પાપ ,અધર્મ દૂર કરવા માટે થયો હતો ,શ્રી કૃષ્ણના અવતારને દરેક દેવતાઓ દ્વારા શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાનનો આ અવતાર પૃથ્વી પરનો સોળ કળાઓથી પરિપૂર્ણ અવતાર માનવામાં આવે છે, શ્રી કૃષ્ણ એ પૃથ્વી પર પાપ અને અધર્મ મટાડવા માટે સામ – દામ – દંડ – ભેદ બધાનો ઉપયોગ કર્યો હતો તેમના આ અવતારમાં કર્મ સર્વોપરી છે તેવો ઉદ્દેશ તેઓ દ્વારા ગીતામા વર્ણવવામાં આવેલ છે.
ઝાલોદ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેનો હેતુ લક્ષ એ જ છે કે શ્રીકૃષ્ણને ખૂબ દિલથી પ્રેમથી એમને યાદ કરીએ છીએ તો દરેક મનુષ્ય પોતાના જીવનમાં લક્ષ રાખે કે અમે પણ શ્રીકૃષ્ણ જેવા સોલે કલાઈ સંપૂર્ણ બની પોતાનું જીવન ખૂબ સુંદર શ્રેષ્ઠ અને શ્રીકૃષ્ણ સાથે રમવા જેવા ગોપ ગોપી બની શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન પોતાના જીવનમાં કરી જીવનને ધન્ય બનાવીયે આમ બ્રહ્માકુમારીઝ ના મિતાદીદી એ કહ્યું હતું આ અવસરે ખૂબ મોટા પ્રમાણમાં બ્રહ્માકુમારીઝ કેન્દ્ર પર લોકો ત્યાં આવેલ હતા નાના નાના ભૂલકાઓ કૃષ્ણ બનેલ હતા અને બાદમાં નાના નાના બાળકો દ્વારા ત્યાં મટકી ફોડનો પ્રોગ્રામ ત્યાં રાખવામાં આવેલ હતો અને છેલ્લે બધાનેં મહા પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો આમ બ્રહ્માકુમારીઝના મીતાદીદી દ્વારા ખુબજ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: