દાહોદ શહેરમાં એક ૨૨ વર્ષીય યુવકે અજાણ્યા કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર મચી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૧
દાહોદ શહેરમાં એક ૨૨ વર્ષીય યુવકે અગમ્યકારણોસર પોતાના ઘરમાં પંખા ઉપર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ગત તા.૨૦મી ઓગષ્ટના રોજ દાહોદ શહેરના ગોદી રોડ ખાતે આવેલ મધુરમ સોસાયટી ખાતે રહેતાં ૨૨ વર્ષીય હરેન્દ્ર ઉર્ફે શિવા ઉર્ફે શિવમ ઓમપ્રકાશ મિસ્ત્રીએ પોતાના ઘરના રસોડામાં આવેલ પંખા ઉપર ઓઢણી બાંધી અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં ગમગમીનીનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાને પગલે પોલીસ સ્થળ પર દોડી આવી મૃતક હરેન્દ્રભાઈના મૃતદેહને પંખા ઉપરથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી આપ્યાં હતાં.
આ સંબંધે દાહોદ શહેરના ગોદી રોડ ખાતે મધુરમ પાર્ક ખાતે રહેતાં ગિરધારીલાલ ઘનશ્યામભાઈ મિસ્ત્રીએ દાહોદ શહેર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી છે.