દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં જુગાર રમતાં ૫ જુગારીઓને રૂા. ૧૪ હજારની રોકડ સાથે પોલીસે ઝડપી પાડ્યાં

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૧

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં શ્રાવણીયો જુગાર રમી રહેલા ૫ જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૪,૯૦૦ સાથે જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

ગત તા.૨૦મી ઓગષ્ટના રોજ લીમડી પોલીસને મળેલ બાતમીના આધારે લીમડી નગરમાં રોહીતવાસમાં રમાતા જુગાર ધામ પર પોલીસે ઓચિંતો છાપો મારી જુગાર રમી રહેલા પ્રવિણભાઈ કિશનભાઈ કપાસીયા, રાકેશકુમાર રામાભાઈ કપાસીયા, બંદીરામ હેમચંદ ઉદરાળા, અજયભાઈ રાજુભાઈ કપાસીયા અને ચિરાગભાઈ રાજુભાઈ કપાસીયાને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૪,૯૦૦ની રોકડ રકમ સાથે જુગારીઓને ઝડપી પાડી લીમડી પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: