ઝાલોદ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાળ કાવડ યાત્રા યોજવામાં આવી : ખૂબ મોટા પ્રમાણમાં બાળકોમાં કાવડ યાત્રાને લઈ ઉત્સાહ જોવાતો હતો

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૩

ઝાલોદ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બાળ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળ કાવડ યાત્રા પંચમુખી મંડલેશ્વર મહાદેવ  મંદિર થી પગપાળા થઈ ઝાલોદ સોમનાથ મંદિરે રાખવામાં આવી હતી.

બાળ કાવડ યાત્રાનો વિચાર નગર માટે નવો હતો પણ સુંદર હતો બાળ કાવડ યાત્રામાં નાના નાના બાળકો ખુબજ મોટા પ્રમાણમાં જોડાયા હતા, નાના નાના બાળકોનો કાવડ યાત્રાને લઈ ઉત્સાહ અનેરો જોવા મળ્યો હતો નાના બાળકો ઓમ નમઃ શિવાયની ધુન તેમજ બોલ બમ બમ બમ બોલતા બોલતા જતા હતા તે ખુબજ સરસ લાગતું હતું નાના બાળકો ધર્મ પ્રત્યે જાગૃત થઈ છે તેમજ તેઓ ધર્મમાં રુચિ પણ રાખે છે તે તેમના વર્તનમાં જોવા મળતું હતું ,નગરમાં નાના નાના બાળકો કાવડ યાત્રા લઈને આવતા નગરમાં પણ અનેરું વાતાવરણ સર્જાયું હતું બાળકોમાં ભક્તિનો સંચાર અને લગાવ જોઈ લોકો પણ બાળકોને સહકાર આપતા જોવાયા હતા અને નગરમાં બાળકો સાથે કાવડયાત્રામાં જોડાયા હતા છેલ્લે બાળકો દ્વારા સોમનાથ મહાદેવ મંદિરે કાવડનું જલ શિવજી ને ચઢાવી પૂજા અર્ચના તેમજ આરતી કરી હતી, નગરમાં બાળ કાવડ યાત્રાના બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના વિચારને લોકોએ વધાવી લીધો હતો અને આવું સુંદર કાર્ય દર વર્ષે થાય તેમ લોકો કહેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: