દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભીચોર ગામે ૩૦ વર્ષીય પરણિતા ઉપર બળાત્કાર ગુજારાયો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભીચોર ગામે એક ૩૦ વર્ષીય પરણિતા સાથે કુંટુંબનાજ એક યુવકે પરણિતાનો એકલતાનો લાભ લઈ પરણિતાને ખેતરમાં લઈ જઈ પરણિતા સાથે બળજબરી પુર્વક દુષ્કર્મ આચરી આ મામલાનો પંચ રાહે નિકાલ ન આવતાં આખરે ન્યાયની ગુહાર માટે પરણિતાએ પોલીસના દરવાજા ખટખટાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફતેપુરા તાલુકામાં રહેતી એક ૩૦ વર્ષીય પરણિતા ગત તા.૦૬ ઓગષ્ટના રોજ પોતાના મકાઈવાળા ખેતરમાં ઘાસ કાપવા માટે ગયાં હતાં તે સમયે ફતેપુરા તાલુકાના ભીચોર ગામે તળાઈ ફળિયામાં રહેતો સામજીભાઈ કોયાભાઈ પારગી જે પરણિતાનો કુંટુંબી સંબંધી થતો હોય જે પરણિતા પાસે આવી પરણિતાનો ખેતરમાં એકલતાનો લાભ લઈ પરણિતા સાથે બળજબરી કરી પરણિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ બીજા દિવસે પણ સામજીભાઈ ફરીવાર પરણિતાનો ખેતરમાં એકલતાનો લાભ લઈ ફરીવાર દુષ્કર્મ આચરતાં આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલ પરણિતાએ પોતાના પરિવારજનોને આ મામલે જાણ કરતાં પરિવારજનો ગામના પંચમાં ન્યાય માટે ગયાં હતાં જ્યાં પંચ ભેગ થયું હતું પરંતુ પંચમાં દુષ્કર્મનો ભોગ બનેલ પરણિતાને ન્યાય નહીં મળતાં પરણિતા દ્વારા આ સંબંધે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.