દાહોદ જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન માળખું મરણ પથારીએ : ગણતરીના કાર્યકર્તાઓ સાથે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન માળખું મરણ પથારીએ વિરોધના કાર્યક્રમમાં કાર્યકર્તાઓને ભેગા કરવામાં નવ નેજે પાણી આવી ગયું હતું.
ગુજરાત ભરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારો સામે વિરોધનો વંટોળ ઉભો કરવામાં આવ્યો હતો જેમાં છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાત ભરમાં કોંગ્રેસ દ્વારા અલગ અલગ ગામોમાં મોંઘવારીને લઈને વિરોધ યોજવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ દાહોદ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધનો વંટોળ દાહોદ નગરપાલિકા ખાતે યોજવાનું સવારના ૧૦ઃ૩૦ વાગ્યાના સમયમાં નક્કી કરવામાં આવ્યું હતું જાેકે ૧૧ઃ૦૦ વાગ્યા સુધી પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ ન આવતા દાહોદના ધારાસભ્ય વજેસિંહ પંણદા નગરપાલિકા ઉપર બે ચાર કાર્યકર્તાઓ સાથે ત્યાં બેસી રહ્યા હતા અને ૧૧ઃ૩૦ વાગ્યા સુધી કાર્યકર્તાઓ ૧૫ જેટલા ભેગા થતા જિલ્લા પ્રમુખ અને દાહોદના ધારાસભ્ય તેમજ માજી સાંસદ પ્રભાબેન તાવીયાડ અને બહોળી સંખ્યામાં પધારેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે નગરપાલિકા ચોક ખાતે મોંઘવારી મુદ્દે વિરોધ દર્શાવી વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં માત્ર ગણતરીની મિનિટોમાં વિરોધ પૂર્ણ થતા સૌ કોઈ સ્તબંધ થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!