આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ લોકો રસ્તાની રાહ જાેતા રહ્યા છતાં રસ્તાથી વંચિત : મોટા નટવા ગામના લોકો રસ્તાથી વંચિત પડી રહી છે બાળકોના અભ્યાસ ઉપર માઠી અસર

રિપોર્ટર : ગગન સોની

ફતેપુરા તા.૨૮
ફતેપુરા તાલુકા મોટા નટવા ગામમાં રહેતા લોકો ને આઝાદી ના ૭૫ વર્ષ પૂર્ણ થવા છતાં પાયા ની સુવિધા એવા રોડ, રસ્તા અને આરોગ્ય ની સુવિધાથી વંચિત રસ્તા નો અભાવ જાેવા મળી રહ્યો છે મોટા નટવા ગામે રસ્તા, આરોગ્ય,શિક્ષણ સુવિધા થી વંચિત રાખવામાં આવ્યા છે. મોટા નટવા ગામના લોકો ને વસવાટ કરતા લોકો ને ફક્ત આશ્વાસન સિવાય બીજી કશું જ મળ્યું નથી. મોટા નટવા ગામ ના રહીશો ને રસ્તા ના અભાવે અહીં વસવાટ કરતા લોકો ને આરોગ્ય કે ૧૦૮ જેવી સુવિધાનો લાભ પણ મળ્યો નથી બાળકો ને શાળા પાણીમાંથી પસાર થઈ જવું પડી રહ્યું છે.
મોટા નટવા ગામ ના લોકો ને પ્રાથમિક સુવિધા નો લાભ લેવા માટે લોકો ને બે કિલોમીટર સુધી પાણીમા ચાલી ને પાકા રોડ સુધી જવું પડે છે વધુ વરસાદ વર્ષે ત્યારે અહીં ના લોકો ને ગામની બહાર જવું પણ ખુબ જ મુશ્કેલ પડી જતું હોય છે મોટા નટવા ગામમાં બોરખેડી, જાલમપુરા, અને જાંબુડી એમ આ ત્રણ ફળીયામાં આશરે ૨૦૦ થી વધુ ઘરો આવેલા છે અહીં આશરે આ ત્રણ ફળીયા ની વસ્તી આશરે ૮૦૦ થી વધુ છે અહીં ના લોકો પ્રાથમિક સુવિધા થી વંચિત રહેતા પ્રજાજનો એ અનેક વાર રાજકીય અગ્રણીઓ અને વહીવટી તંત્રમાં અનેક વાર રજુઆત કરી છે છતાં પણ જાણે કેમ આ ત્રણ ફળીયા ના લોકો જે પ્રાથમિક સુવિધા થી વંચિત રાખવામાં આવી રહ્યા હોય તેમ કોઈ પણ જાત ની પ્રાથમિક સુવિધા ઓ મળી નથી રહી જેના લીધી અહીં વસવાટ કરતા લોકો ને સુવિધા ના અભાવે હાલાકી વેઠવા નો વહારો આવ્યો છે.
મોટા નટવા ગામ ના શાળામાં અભ્યાસ કરતા બાળકો ને પણ ઘણી બધી અગવડો ઉભી થઈ રહી છે જ્યાર થી ચોમાસા ની સીઝન ની શરૂઆત થાય ત્યાર થી બાળકો ના અભ્યાસ પર પણ અશર પડતી જાેવા મળતી હોય છે વધુ વરસાદ વરસતા ની સાથે જ આ ત્રણેય ફળીયા ને ચારે બાજુ કોતરડામા મનુષ્ય પૂર પાણી એટલકે ચાર થી પાંચ ફૂટ જેટલું પાણી વહેવા લાગે છે જેને લઈ બાળકો શાળા એ જઈ શકતા નથી અનેક જે થી બાળકો ના અભ્યાસ પર પણ મોટી અશર પડતી હોય છે.
મોટા નટવા ગામ ના ખેડૂતો ને ખેતી વિષયક બિયારણ ખાતર કે અન્ય ચીજ વસ્તુ ની ખરીદી કરવા માટે જવા માટે પણ ખુબ જ મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે ખાતર ની બોરી નો વજન ૫૦ કિલોગ્રામ હોય છે જે પણ અહીં ના લોકો ને માથે ઉપાડી ને ઘર સુધી પહોંચાડવું પડતું હોય ઘણી વાર તો પગદંડી રસ્તે ચાલી ને જતી વખતે પોતાનું બેલેન્સ ખોરવાતા પડી જવાતું હોય છે જેને લીધી સમાન પણ વેર વિખેર થઈ જતો હોય છે અને વધુ વાગે તે અલગ જેવી અનેક સમસ્યા નો સામનો અહીં ના લોકો ને રસ્તા ના લીધે કરવો પડી રહ્યો છે.
મોટા નટવા ગામ ના લોકો ને બીમારી ના સમયે પોતાના સ્વજનો ને દવાખાને લઈ જવા માટે ચાર માણસો ને ખોલવા પડે છે જેથી દર્દી ને કપડાં ની જાેળી કે ખાટલા મા નાખી ને બે ત્રણ કિલોમીટર સુધી પાક્કા રોડ પર લાવી શકે અને ખાનગી વાહન મારફતે દવાખાના સુધી પહોંચાડી શકે. અહીં રસ્તા ના અભાવે ૧૦૮ ઈમેરજેંસી સેવા નો લાભ પણ નથી મળતો સરકાર દ્વારા ૧૦૮ ઈમેરજેંસી સેવા મફતમાં પુરી પાડવામાં આવે છે પરંતુ મોટા નટવા ગામ ના લોકો ને આ સેવા નો લાભ લેવા માટે રસ્તો જ નથી જેના લીધે અહીં વસવાટ કરતા લોકો ને ૧૦૮ ઈમેરજેંસી સેવા નો પણ લાભ મળતો નથી.
ફળીયામાં ઘંટી કે કરિયાણા ની દુકાન પણ નથી જેના લીધે નાની મોટી કરિયાણા ની વસ્તુ કે દળાવવાં પણ બે કિલોમીટર સુધી માથે પોટલું લઈ પાણી માંથી પસાર થવુ પડે છે ઘણી વાર તો વધુ વરસાદ ના લીધે દસ પંદર દિવસ સુધી ઘર ની બહાર રાસન લેવા પણ જઈ શકાતું નથી જેના લીધે લોકો ને મરચું ને રોટલો ખાઈ પોતા નુ જીવન ગુજરાવું પડે છે. ચૂંટણી આવે ત્યારે અહીં સરપંચ, તાલુકા સભ્ય,જિલ્લા સભ્ય, ધારા સભ્ય, સાંસદ સભ્ય વોટ માંગવા આવે ત્યારે પ્રજા ને છેતરી ને વોટ કઢાવી લેતા હોય છે અને લોકો ને ફક્ત આશ્વાશન આપી વોટ લઈ લેતા હોય છે છેલ્લે ફરી ચૂંટણી આવે ત્યારે જ અહીં ફરી નેતા ઓ ફરકતા હોય છે અને ચૂંટણી ગયા પછી નેતા ઓ જાણે કે પ્રજા ને ઓળખતા જ ન હોય અને જાતે જ પ્રજા ના વોટ વગર જ નેતા બની ગયા હોય તેમ વર્તન કરે છે જયારે કે ચૂંટણી બાદ ચૂંટાયેલા પ્રતિનિધિ ને રસ્તા બાબતે રજુઆત કરવા જનતા જાય છે તો ત્યારે પણ ફક્ત દિલાસો આપી ને સંતોષ માનવામાં આવે છે ત્યારે હાલ એક તરફ સરકાર પણ વિકાસ ના દવા કરી રહી છે ત્યારે આવા ગામડા મા આવી ને જાેવે તો સરકાર ના વિકાસ ના દાવા પણ પોકળ સાબિત થતા જાેવા મળી રહ્યા છે.
મોટા નટવા ગામ ના લોકો એ રસ્તા માટે અનેક વાર સરપંચ, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, સાંસદ, તેમજ ધારા સભ્ય રમેશભાઈ કટારા તેમજ વહીવટી તંત્ર ને પણ ગામ લોકોએ રજુઆત કરી છે છતાં પણ રસ્તા નો ઉકેલ આવ્યો નથી.હાલ તો મોટા નટવા ગામ ના લોકો સરકાર દ્વારા રસ્તા, આરોગ્ય, અને શિક્ષણ ની સુવિધા નો લાભ મળશે તેની રાહ જાેઈ ને બેઠા છે ત્યારે આ ગામ વિકાસ ક્યારે થશે અને પ્રાથમિક સુવિધા ક્યારે મળશે જાેવાનુ રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!