ભુતવડ પ્રાથમિક શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડાને ટીચિંગ એક્સિલેન્સ એવોર્ડ એનાયત થશે
રિપોર્ટર : ગગન સોની
ગરબાડા તા. 28
ફોથૅ સ્ક્રીન એજ્યુકેશન દ્વારા દર વર્ષે ટીચિંગ એક્સેલન્સ એવોર્ડનું આયોજન કરવામાં આવે છે .પંડિત ધર્મ પ્રકાશ શર્મા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ પુષ્કર રાજસ્થાન ના સહયોગથી ફોર્થ સ્ક્રીન એજ્યુકેશન ના નેજા હેઠળ 2022 ની સીઝન માટે ટીચિંગ એક્સેલન્સ એવોર્ડ 2022 નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું . દેશના વિવિધ રાજ્યમાંથી 450 થી વધુ નોમિનેશન આવ્યા હતા .શ્રેષ્ઠ કાર્યોના આધારે શોર્ટ લિસ્ટ કરાયેલા 110 ઉમેદવારો વચ્ચે ઓનલાઈન વોટીંગ કરાવવામાં આવ્યું હતું .ઓનલાઈન વોટિંગ દ્વારા સૌથી વધુ મત મેળવનાર 21 શિક્ષકોની વિજેતા તરીકે પસંદગી કરવામાં આવી છે .ઉપરાંત જયુરી સભ્યો દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ૧૬ શિક્ષકો ની ટીચિંગ એક્સેલેન્સ એવોર્ડના વિજેતા તરીકે પણ પસંદગી કરવામાં આવી છે. ટીચિંગ એક્સેલન્સ એવોર્ડ 2022 માટે કુલ 37 વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે.
આ એવોર્ડ માટે વજેલાવ ભુતવડ પ્રાથમિક શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડાને ટ્રોફી મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવશે .શ્રી ચાવડાને આ અગાઉ અગિયારમી મે 2022 ના રોજ પરમ પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ એવોર્ડ એનાયત થયેલ હતો તથા આઈ આઈ યુ દ્વારા બેસ્ટ ગ્લોબલ પ્રિન્સિપાલ એવોર્ડ 2022 આપવામાં આવશે આ અગાઉ તેમને તાલુકા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મળી ચૂકેલ છે