દાહોદ તાલુકાના વડબારા ગામે પ્રાથમીક શાળામાં રાખવામાં આવેલ ધનુરના ઈન્જેક્શનના કેમ્પમાં : ધોરણ પાંચમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીને ધનુરનું ઈન્જેક્શન મુકતાં મોત નીપજ્યાંનું પરિવારજનોએ આક્ષેપો કર્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૯
દાહોદ તાલુકાના વડબારા પ્રાથમીક શાળામાં ધનુર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક ૧૧ વર્ષીય વિદ્યાર્થીનીને ધનુરનું ઈન્જેક્શન મુકતા ૧૧ વર્ષની બાળકીનું મોત નીપજતાં મૃત બાળકીના પરિવારજનો તેમજ ગ્રામજનોએ આરોગ વિભાગ પર તેમજ સ્કૂલ પ્રસાશન પર આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.
દાહોદ તાલૂકાના વડબારા ગામમાં બબેરીયા ફળિયામાં વડવારા પ્રાથમિક શાળામાંમાં ધોરણ ૫ માં ભણતી અને૧૧ વર્ષીય વિદ્યાર્થીની તારીખ ૩.૮.૨૦૨૨ના રોજ શાળામાં ભણવા ગઈ હતી તે દિવસે આરોગ્ય વિભાગ દ્વારા ધનુર કેમ્પ રાખવામાં આવ્યું હતું જે કેમ્પ ધનુરનો હોય જેના શાળામાં ભણતા તમામ બાળકોને ધનુરનો ઈન્જેક્શન રાખવાનો કેમ્પ યોજવવામાં આવ્યું હતુ. ઈન્જેકસન મુકવાની જાણ બાળકોને થતાજ શાળામાં ભણતા કેટલાય બાળકો શાળા છોડી ભાગી ગયા હતા ને જેટલા બાળકો હાથમાં આવ્યાએ લોકોને જબરજસ્તી ઈન્જેક્સન મુકવામાં આવ્યા હતા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યાં હતાં અને હાલ સુધી ડરના કારણે બાળકો શાળામાં હાલમાં આવતા નથી જેમાં ધોરણ પાંચના છોકરા – છોકરીઓને ધનુરના ઈન્જેક્શન મુકવામાં આવ્યા હતા જેમાંથી ૬ જેટલા બાળકોની ધનુરના ઈન્જેક્શન મુકતા બાળકોની તબિયત લઠડી હતી ને કેટલાય બાળકોને ગામના આસપાસના હોસ્પિટલમાં સારવાર માટે પરિવાર દ્વારા બાળકોને લઈ જવાની ફરજ પડી હતી એમાંથી એક બાળકીની તબિયત વધુ ગંભીર થતા બાળકી જેનું નામ પ્રિયકા સોબન ભાઈ નિનામા જે વડબારા ગામના પંચાયત ફળિયામાં રહે છે જેની તબિયત વધુ ખરાબ થતા દાહોદના ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ખાનગી દવાખાનામાં સારવાર કરી બીજા અન્ય હોસ્પિટલમાં બાળકીને સારવાર કરવા મોકલી આપી હતી ત્યારે તા ૬.૮.૨૦૨૨ ના રોજ સાંજના સમયે બાળકીનુ મોત નીપજતા પરિવારમાં શોકનુ માતમ ફરી વળ્યું હતું. બાળકીનુ મોત થતા પરિવાર દ્વારા બાળકીને સમાજની રીતિ રિવાજ મુંજબ બાળકીની અંતિમ ક્રિયા કરી દેવામાં આવી હતી જ્યારે પરિવારને બાળકીના મોતનો આઘાત લાગતા બાળકીનું મોત શાળામાં રાખવામાં આવેલ ધનુરના કેમ્પમાં ધનુરનો ઈન્જેક્શન મુકવાથી થયું હોવાના શાળા પ્રશાસન અને આરોગ્ય તંત્ર ઉપર આક્ષેપો કરવામાં આવ્યાં હતાં અને સરકાર સમક્ષ પોતાને ન્યાય મળી રહે તેવી પરિવારજનોએ આશા વ્યક્ત કરી રહ્યાં છે.