લીમખેડાના કથોલીયા ગામે પ્રાથમીક શાળામાં તસ્કરોએ રૂા. ૪૧ હજારના મુદ્દામાલની ચોરી કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કથોલીયા ગામે એક શાળામાં તસ્કરોએ હાથફેરો કરી શાળામાંથી એક લેપટોપ, એલ.ઈ.ડી. ટી.વી., પંખા, તેલનો ડબ્બો, દાળનો કટ્ટો વિગેરે મળી કુલ રૂા. ૪૧,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૫મી ઓગષ્ટના રોજ કથોલીયા ગામે રોઝ ફળિયામાં રહેતાં હાર્દિકભાઈ પ્રવિણભાઈ પંચાલની ગામમાં આવેલ શાળામાં રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ પોતાનો કસબ અજમાવી શાળાના મકાનના રૂમનો દરવાજાનું તાળુ તોડી શાળામાં પ્રવેશ કર્યાે હતો અને શાળામાંથી એક લેપટોપ, એલ.ઈ.ડી. ટી.વી. પંખા નંગ.૨, એક તેલનો ડબ્બો, એક દાળનો કટ્ટો વિગેરે મળી કુલ રૂા. ૪૧,૦૦૦નો મુદ્દામાલ ચોરી કરી લઈ તસ્કરો નાસી જતાં આ સંબંધે હાર્દિકભાઈ પ્રવિણભાઈ પંચાલે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.