ધાનપુરના કુદાવાડા ગામે પોલીસનો સપાટો : પોલીસે રહેણાંક મકાનમાંથી રૂા. ૧.૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કુદાવાડા ગામેથી પોલીસે એક રહેણાંક મકાનમાંથી રૂા. ૧,૦૦,૪૦૨નો વિદેશી દારૂ કબજે કર્યાેં હોવાનું જ્યારે પોલીસને જાેઈ ઈસમો નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે. ગત તા.૩૦મી ઓગષ્ટના રોજ ધાનપુર પોલીસને મળેલ બામતીના આધારે પોલીસે કુદાવાડા ગામે ગામમાં રહેતાં તુષારભાઈ મગનભાઈ સુવાણના રહેણાંક મકાનમાં તુષારભાઈ અને તેની સાથે સુરેશભાઈ રામસીંગભાઈ પરમાર (રહે. ભાણપુર, પીપળીધરા ફળિયુ, તા.ધાનપુર, જિ.દાહોદ) બંન્ને જણા વિદેશી દારૂનો જથ્થો ઢાલવતાં હતાં જ્યાં પોલીસે ઓચિંતી પ્રોહી રેડ પાડતાં ઉપરોક્ત બંન્ને જણા પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા. ૧,૦૦,૪૦૨નો જથ્થો કબજે કરી ધાનપુર પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

