ગોધરાના પોપટપુરાના ઐતિહાસિક ગૌણ ગણેશ મંદિરમાં ગણેશ ચતુર્થીના પ્રારંભે હજારો દર્શનાર્થીઓ વિધ્નહર્તાના દર્શન માટે ઉમટ્યા ! : દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ગણેશ ચતુર્થીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી
ગોધરા/દાહોદ તા.૦૧

ગણેશ ચતુર્થીના પાવન પર્વના પ્રારંભે ગોધરા શહેરથી માત્ર બે કિલોમીટર દૂર આવેલું ગૌણ ગણેશ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે હાલ ગણેશ ચતુર્થી હોવાના કારણે માત્ર પંચમહાલ જ નહીં પરંતુ વડોદરા અમદાવાદ સુરતના શ્રદ્ધાળુઓ ગણેશજીને મસ્તક નમાવી પોતાની મન્નતો પૂરી કરે છે આ સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની છે
પોપટપુરા ગણેશ મંદિર ગોધરા વડોદરા હાઇવે ઉપર અને વેજલપુર ગામથી ૧૦ કિલોમીટર દૂર આવેલું છે ગણેશજીની મૂર્તિ રિદ્ધિ સિદ્ધિ સહિત ઉભેલી મુદ્રામાં બિરાજમાન છે આ મંદિરમાં પૂજા કરતા પૂજારીઓના ૧૭મી પેઢી એટલે કે ૭૦૦ વર્ષ પુરાણુ માનવામાં આવે છે ગણેશજીની મૂર્તિ ખૂબ જ ચમત્કારી છે તથા ગણેશજીની સૂંઢ જમણી બાજુ છે જે શુભ અને મંગળકારી માનવામાં આવે છે.
પોપટપુરા ગણેશ મંદિર ખાતે ગુજરાત સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ભક્તો દર્શનાર્થે આવતા હોય છે ગણેશ મંદિરમાં ચોથનું ખૂબ મહત્વ ધરાવે છે તથા દર ચોથે અને મંગળવારે મેળો ભરાય છે દૂરદૂરથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તેમજ બહારગામથી આવતા ભક્તો માટે ભોજન તથા રહેવાની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે પંચમહાલ જિલ્લામાં આ મંદિર ખુબ જ જુનુ છે કહેવાય છે કે જ્યારે ચાંપાનેરમાં નરેશનુ પતન થયું હતું ત્યારે આ મૂર્તિ જમીનમાં સમાય ગઈ હતી ત્યારે કેટલાક પંડિત વિદ્વાનો અને મહંતો દ્વારા વેદો ઉપચાર હોમ હવન થી આ પોપટપુરા મંદિરની ભૂમિને પવિત્ર કરી હતી ત્યારબાદ ગણેશજીની મૂર્તિ જમીનમાંથી બહાર આવી હતી તેવું માનવામાં આવે છે. જે કુંડમાં હોમ હવન કર્યુ હતું તે કુંડ હાલ પણ એ જગ્યા પર છે સાથે શિવ-પાર્વતીના દર્શન કરવાથી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.
ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વમાં પંચમહાલ જિલ્લામાં આવેલું પોપટપુરા ગણેશ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે આ મંદિરનું અનોખું મહાત્મય છે અહીં સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ પ્રગટ થયેલી છે જે લગભગ ૭૦૦ વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે અહીં ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે ગોધરા તાલુકાના પોપટપુરા ગામ પાસે ગોધરા દાહોદ વડોદરા હાઈવે માર્ગ અડીને આવેલું ગણેશ મંદિર ખૂબ જ પ્રચલિત છે અને લગભગ ૭૦૦ વર્ષ પહેલા આ જગ્યાએ ગણેશ મૂર્તિ નીકળી હતી હાલ ભક્તોને સહાયથી અહીં મંદિર બનાવવામાં આવ્યું છે અહીં દર મંગળવારે દાદાના ભક્તોનો ઘસારો જાેવા મળે છે આ મંદિરમાં સવારે ચાર વાગે મંગળા આરતી તથા સવારે સાત વાગ્યે શ્રુંગાર આરતી અને સાંજે સાત વાગ્યાના સુમારે સંધ્યા આરતી એમ ત્રણ ટાઈમ આરતી કરવામાં આવે છે હાલ ગણેશ ચતુર્થી ને લઈને ભક્તો અવિરત પ્રવાહ ચાલુ છે કહેવાય છે અહીં દાદા ગણેશ ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે પોપટપુરા ગણેશ મંદિરે અંગારીકા ચોથને દિવસે અહીં મેળો ભરાય છે તે દિવસે મોટી સંખ્યામાં દાદા ના ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે કહેવાય છે કે અહીં મંગળવાર તથા ચોથ ભરવાથી દુંદાળા દેવ દરેકની મનોકામના પૂરી કરે છે આ ગણેશ મંદિર હાઈવે માર્ગ પર હોવાથી અહીં ભક્તોની ભારે ભીડ ઉમટે છે.
દાહોદ શહેરના ગણેશ મંડળો દ્વારા પ્રતિમાઓને વાજતે ગાજતે જે તે મંડળ સુધી લઈ જવામાં આવતા હતા અને ભગવાન શ્રી ગણેશ ઉત્સવની પોર જાશમાં તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે આજરોજ ભગવાન શ્રી ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની પ્રતિમાઓનુ મંડળો દ્વારા વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના ગલી,મહોલ્લામાં સહિત ઘરે ઘરે ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. દાહોદ શહેરમાં દશ દિવસ બિરાજનારા દુંદાળા દેવ ગણેશજીની દશ દિવસ સુધી ભક્તો દ્વારા ભારે ઉમંગ અને ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવશે ત્યારે મોટા મંડળો દ્વારા શહેરમાં આકર્ષક ઝાંખીઓ વિગેરે ડેકોરેશનની પણ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ દાહોદ શહેરવાસીઓ શહેરમાં નિર્ધારિત કરવામાં આવેલ જળાશયોમાં ભગવાન શ્રી ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. આ બાબતની અગાઉથી જ તંત્ર દ્વારા નોંધ લઈ અને દશ દિવસ સુધી કાયદો અને વ્યવસ્થા જણવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ સજાગ થઈ ગયુ છે ત્યારે બીજી તરફ શહેરના મંડળો સિવાય ઘરે ઘરે ઘણા ગણેશ ભક્તો દ્વારા પીઓપીની પ્રતિમાની ખરીદી કરવાને બદલે ઈકોફ્રેન્ડલી ગણેશ મહોત્સવ ઉજવવા માટે માટીના ગણપતિજીની સ્થાપના પણ કરી છે.

