દાહોદ જિલ્લાની ઝાલોદ એપીએમસીમાં વિજયી ઉમેદવારોમાં દિવાળી જેવો માહૌલ : ઝાલોદ એપીએમસીમાં પુર્વ ધારાસભ્ય મહેશ ભુરીયાની પેનલનો ભવ્ય વિજય થતાં ભાજપ સમર્થકોમાં આનંદો
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લામાં આવેલ ઝાલોદ એપીએમસીની ચુંટણીનું આજે પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહૌલ જાેવા મળ્યો હતો. વહેલી સવારથીજ મતગણતરી કેન્દ્રો ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોની અસંખ્ય ભીડ જાેવા મળી હતી. ઝાલોદ એપીએમસીની ચુંટણીમાં પુર્વ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાની પેનલનો ભવ્ય વિજયી થતાં કાર્યકરો તેમજ તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. એકબીજાનું મોંહ મીઠું કરાવી વિજયઉત્સવ મનાવ્યો હતો. ચુંટણી પ્રક્રિયા દરમ્યાન અને આજે મતગણતરી દરમ્યાન કોઈ અનીચ્છીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ઝાલોદ એપીએમસી જુદા જુદા વિભાગની ૧૫ સભ્યો માટે યોજાયેલી ચૂંટણી નું મતગણતરી અત્રેની એપીએમસી કચેરીમાં સવારના નવ વાગ્યાના સમયથી શરૂ થઈ હતી મોડી બપોરથી મતગણતરી શાંતિ પૂર્ણ સંમ્પન્ન થઈ હતી. વિજેતા ઉમેદવારોના સમર્થકોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો. એપીએમસીની મતગણતરી ને લઈને ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ દેખવા મળ્યો હતો. મતગણતરીના મથકની બહાર લોકો નો ભારે જમાવડો જન્મ્યો હતો. પરિણામો એક એક વિભાગના જાહેર થયા હતા. સૌપ્રથમ સંઘ વિભાગમાં નારણભાઈ પ્રેમજીભાઈ રસુઆત ૦૩, વેપારી વિભાગમાં પટેલ હિતેન્દ્રકુમાર દામોદરદાસ ૧૩૪, અગ્રવાલ ગોપાલ દાસમખનલાલ ૧૧૩, જૈન પંકજકુમાર ચંદ્રકાંત ૧૦૯, શાહ મહેન્દ્ર અમરચંદ ૯૭, ખેડૂત વિભાગમાં ભુરીયા મહેશભાઈ સોમજીભાઈ ૨૦૮, ભુરીયા કૃષ્ણરાજ મહેશભાઈ ૧૯૩, હઠીલા સુનિલભાઈ નારસિંગભાઈ ૧૮૫, વસોયા જેસીંગભાઈ સવસીંગભાઈ ૧૮૬, સુવર ભાણુભાઈ દલસિંગભાઈ ૧૮૪, રાઠોડ મનપ્રીતસિંહ મહેન્દ્રસિંહ ૧૮૪, કોળી વિજયભાઈ પ્રવીણભાઈ૧૮૦, માવી જાેસિંગભાઈ શેતાનભાઈ ૧૭૩, ભાભોર નરેશકુમાર મંગાભાઈ ૧૭૧, હઠીલા અનિલભાઈ લાલસીંગભાઈ ૧૬૮ તમામ ઉમેદવારોને મત મળતા ચૂંટણી અધિકારીએ વિજેતા જાહેર કર્યા હતા. વિજેતા ઉમેદવારોના સમર્થકોએ ઉમેદવારોને ફુલહાર પહેરાવી મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી વિજય સરઘસ કાઢી વિજય ઉત્સવ મનાવ્યો હતો. મતદાન ગણતરી સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતા કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો તસવીર ઝાલોદ એપીએમસીમાં વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોએ વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ઝાલોદ એપીએમસીની ચુંટણીમાં મહેશભાઈ ભુરીયાની પેનલનો ભવ્ય વિજય થતાં ઢોલ, નગારાની સાથે એકબીજાને મીઠાઈ ખવડાવી મોંહ મીઠુ કરાવી ભવ્ય ઉજવણી કરી હતી.
વિજેતા ઉમેદવારો
ખરીદ વેચાણ સંધ
૧ ) નારણભાઈ રસુઆત
વ્યાપારી વિભાગ
૧ ) હિતેન્દ્રભાઇ પટેલ – ૧૩૪
૨ ) ગોપાલભાઈ અગ્રવાલ – ૧૧૩
૩ ) પંકજભાઈ કર્ણાવટ – ૧૦૯
૪ ) મહેન્દ્રભાઈ શાહ – ૯૭
ખેડૂત વિભાગ
૧ ) મહેશભાઈ ભુરિયા – ૨૦૮
૨ ) કૃષ્ણરાજ ભુરિયા – ૧૯૩
૩ ) જેસીંગભાઈ વસૈયા – ૧૮૬
૪ ) સુનિલભાઈ હઠીલા – ૧૮૫
૫ ) મનપ્રીતસિંહજી રાઠોડ – ૧૮૪
૬ ) ભાનુભાઈ સુવર – ૧૮૪
૭ ) વિજયભાઈ કોળી – ૧૮૦
૮ ) જાેરસીંગભાઈ માવી – ૧૭૩
૯ ) નરેશકુમાર ભાભોર – ૧૭૧
૧૦ )અનિલભાઈ હઠીલા – ૧૬૮

