દાહોદ શહેરમાંથી મોટરસાઈકલની ચોરી થઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૪
દાહોદ શહેરના ભરપોડા સર્કલની સામેથી એક મોટરલાઈકલ ચોરી થયાંનું જાણવા મળે છે.
ગત તા.૩૧મી ઓગષ્ટના રોજ દાહોદ શહેરના રાવળીયાવાડ વિસ્તાર ખાતે રહેતાં વીજયભાઈ કાન્તીલાલ રાવળ દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતે કોઈ કામ અર્થે આવ્યાં હતાં અને પોતાની મોટરસાઈકલ ભરપોડા સર્કલની સામે લોક મારી પાર્ક કરી ગયાં હતાં. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે વીજયભાઈ કાન્તીલાલ રાવળે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.