દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે પ્રાથમીક શાળામાં તસ્કરાએ પ્રાથમીક શાળામાં તસ્કરોએ હાથફેરો કરી રૂા. ૧૮ હજારની મત્તાની ચોરી કરી ફરાર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે એક પ્રાથમીક શાળાને તસ્કરોએ નિશાન બનાવી રૂા. ૧૮,૦૦૦નો મુદ્દામાલ તસ્કરો ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવાં પામી છે. ગત તા.૦૩ સપ્ટેમ્બરના રોજ ચીલાકોટા ગામે આવેલ એક પ્રાથમીક શાળામાં તસ્કરો રાત્રીના સમયે પ્રવેશ કર્યાેં હતો અને શાળાના બંધ મકાનના રૂમનું તાળુ તોડી અંદરથી માઈલ વિથ સ્પિકર અને એલ.સી.ડી. વિગેરે મળી કુલ રૂા. ૧૮,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં અને લીમખેડા તાલુકાના વડેલા ગામે રહેતાં બુધાભાઈ મગનભાઈ પટેલે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.