વિદ્યાર્થીઓના ધરણાને પગલે રાતોરાત હોસ્ટેલના સત્તાધિશો સ્થળ પર દોડી ગયાં : સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિન્ધ્યા માર્ગે જવાની વિદ્યાર્થીઓની ચીમકી : દાહોદમાં સરકારી મામા હોસ્ટેલમાં જમવાનું સમયસર ન મળતાં મધ્યરાત્રીએ વિદ્યાર્થીઓનું હલ્લાબોલ
રિપોર્ટર : ગગન સોની


દાહોદ તા.૦૯
દાહોદની આઈટીઆઈ નજીક આવેલી સરકારી મામા ફડકે હોસ્ટેલના વિદ્યાર્થીઓને ખાવા પીવાની તમામ સુવિધાઓની તકલીફો પડતી હોવાના કારણે હોસ્ટેલના બહાર પટાંગણમાં વિધાર્થીઓએ ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.
મામા ફડકે હોસ્ટેલમાં દાહોદ જિલ્લા તેમજ અન્ય આસપાસના જિલ્લાના આદિવાસી સમાજના વિધાર્થીઓ વિવિધ શાળાઓમાં તેમજ કોલેજાેમાં અભ્યાસ કરે છે અને વિધાર્થીઓ મામા ફડકે હોસ્ટેલમાં રહી રોકાણ કરે છે ત્યારે ૩૮૦ થી વધુ વિધાર્થીઓને રેહવાની, જમવાની તેમજ વિવિઘ સમસ્યાઓનો સામનો કરાતા હોવાના આક્ષેપો મૂકી ગતરોજ રાત્રી દરમિયાન હોસ્ટેલમાં રહેતા તમામ વિધાર્થીઓએ હોસ્ટેલની બહાર પટાંગણમાં ધરણા કરી વિરોધ નોંધાયો હતો. વેહલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી જાેકે વિરોધ કરતા વિદ્યાર્થીઓની જાણ દાહોદ ભારતીય ટ્રાયબલ પાર્ટીના પ્રમુખ દેવેન્દ્રભાઈ મેડાને મળતા તાબડતોડ મામા ફડકે હોસ્ટલ પોહચીને વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું હતું અને હોસ્ટેલમાં રોકાણ કરતા વિદ્યાર્થીઓની સમસ્યા હલ કરવાની માંગ કરી હતી જાે વિદ્યાર્થીઓની સમસ્યા હલ કરવામાં નહીં આવે તો ઉપલા લેવલે રજૂઆત કરવાની તેમજ ધરના કાર્યક્રમ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
હોસ્ટેલના સંચાલક સરકારી અધિકારી તાબડતોડ મામા ફડકે હોસ્ટેલ પહોંચ્યા હતા અને વિધાર્થીઓના આક્ષેપને વખોડી કાડી જણાવવામાં આવ્યું હતું કે વિધાર્થીઓને તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. નવું હોસ્ટેલ બનીને તૈયાર છે અને રસોડાની સમસ્યા બે દિવસોમાં નવા હોસ્ટેલમાં શરૂ કરી દેવામાં આવશે તેવું જણાવાયું હતું.
ભારતીય ટાવર પાર્ટી દાહોદ દ્વારા મામા ફડકે હોસ્ટેલના વિદ્યાર્થીઓને પડતી સમસ્યાને લઈ દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
દાહોદ, દાહોદમાં આવેલી મામા સાહેબ ફડકે કુમાર છાત્રાલયમાં વિધ્યાર્થીઓને ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે જેવી કે નાવા ધોવા માટે પૂરતા પ્રમાણમા પાણી નથી આવતું ,શૂદ્ધ પીવાના પાણી ની વ્યવસ્થા નથી,લોભી માં હરવા ફરવા માટે લાઇટ ની સુવિધા નથી,રહેવા માટે ના રૂમ માં પંખા ની પણ વ્યવસ્થા નથી,નવી હોસ્ટરેલ માં રસોડા ની વ્યવસ્થા નથી તેથી વિધ્યાર્થીઓ ને જૂની હોસ્ટેલ માં રોડ ઓળંગીને પોતાનું જાેખમ લઈને જમવા જવું પડે છે, હોસ્ટેલ માં રમત ગમત માટેના સાધનો પણ નથી. છાત્રાલયમાં સરકાર દ્વારા ટી.વી ની વ્યવસ્થા આપેલી છે પણ તેનો ઉપયોગ વોર્ડન કરવા દેતાં નથી ,તેમજ હોસ્ટેલ માં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો મામા સાહેબ ફડકે કુમાર છાત્રાલય માં વિધ્યાર્થીઓને પડતી સમસ્યાઓ નો તાત્કાલિક ધોરણે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તે માટે ભારતિય ટ્રાયબલ પાર્ટી મ્ઁ દ્વારા કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવા માં આવ્યું તેમાં દાહોદ જિલ્લા મ્ઁ પ્રમુખ દેવેન્દ્ર મેડા, મ્ઁ દાહોદ તાલુકા પ્રમુખ સંજય સંગાડા, દાહોદ તાલુકા મંત્રી સંજય કલારા, દાહોદ તાલુકા સોશિયલ મીડિયા પ્રભારી સંજય ડાંગી, તેજસ ગરાસિયા, અને મ્્જી સામાજિક કાર્યકર્તા, ક્રિષ્ના ચારેલ, સચિન નિનામા, સંજય હટીલા અને મામાં ફડકે છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું.

