દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆમાં ભાણેજનું આડા સંબંધની શંકાએ કાસણ કાઢનાર આરોપી જેન્તીએ પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરતા ચકચાર
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆમાં ચાર દિવસ અગાઉ યુવાન પ્રેમિકાનુ અન્ય સાથે આડા સંબંધની શંકાએ કાસળ કાઢી નાખનાર માસાએ પણ પોલીસ કસ્ટડીમાં પોતાની જીવન લીલા સંકેલી લેતા ચકચાર મચી જવા પામી છે. પોતાના ચાર સંતાનો અને પત્નીને પણ વિલય કરતા મૂકી જીવન ટૂંકાવી નાખનાર માસાની આત્મહત્યા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે
તાજેતરમાં બામરોલી ગામના જંગલ વિસ્તારમાંથી યુવતીની લાશ મળી આવી હતી જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી દીધો હતો જેમાં ચાર સંતાનોના પિતા તેમજ યુવતીના કુટુંબી માસા એ જ અન્ય યુવક જાેડે યુવતિના પ્રેમ સંબંધને લઈને હત્યાં કરી હોવાનું ઘસ્ફોટક કર્યું હતું ત્યારે પોલીસે વધુ પૂછપરછ મામલે આરોપી માસા જેન્તીભાઇ છત્રસીંહ રાઠવા (રહે. વાવ લવારીયા, માળ ફળીયું, તા.દેવગઢબારીઆ, જી.દાહોદ) ને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરતા આરોપી માસાને દેવગઢ બારીઆ પોલીસ મથક ખાતે મોકલી દેવામાં આવ્યો હતો જ્યાં રાત્રીના સમયે આરોપીએ ઓઢવાની ચાદરની કિનારી વડે લોકઅપમાં આવેલા ખીલા જાેડે લટકી આત્મહત્યા કરી જીવન લીલા સંકેલી લેતા પોલીસબેડા સહીત પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ત્યાર બાદ ફરજ પર હાજર પોલીસે હત્યારાની લાશ ઉતારી સરકારી દવાખાને લઇ જવાયો હતો ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો હતો.હાલ પોલીસે ઘટના સંબંધી આરોપીની લાશનું પીએમ કરી અને પરિવારને સોંપી દેવામાં આવી છે તેમજ ઘટના સંધર્ભે લીમખેડા ડિવિઝનના ડીવાયએસપીના માર્ગદર્શનમાં સીસીટીવી ફૂટેજાેની તપાસવામાં આવી રહી છે જેમાં ઘટના સમયે શું બન્યું હતું કે બહાર આવશે.

