છેલ્લા બે – ત્રણ દિવસથી દાહોદ જિલ્લામાં વીજળીના કડાકા ધડાકા સાથે મેઘરાજા મહેરબાન : દાહોદ જિલ્લામાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લામાં છેલ્લા બે – ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન રહેતાં વિજળીના કડાકા અને ધડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં ૦૫ દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી રહી છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તૈયારીઓ પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદ શહેર સહિત જિલ્લામાં તમામ તાલુકાઓમાં વીજળીના કડાકા અને ધડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. નીચાળવાળા વિસ્તારોમાં વરસાદ પડતાં લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે ત્યારે છેલ્લા બે દિવસમાં દાહોદ જિલ્લામાં આકાશી વિજળી પડતાં ૪ વ્યક્તિઓના મોત નીપજ્યાં છે જ્યારે બે મુંગા પશુઓના પણ મોત નીપજ્યાં છે. આવા સમયે હવામાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં ૦૫ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા બે – ત્રણ દિવસથી દાહોદ જિલ્લામાં વીજળીના કડાકા અને ધડાકા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે દાહોદ જિલ્લા વહીવટી તંત્રએ પણ સાવચેતીના પગલા લેવાની તૈયારીઓ કરી દીધી છે.