૨૦૦ થી વધુ એસ.ટી. વિભાગના નિવૃત કર્મચારીઓ કલેક્ટર કચેરી પહોંચ્યાં : દાહોદ જિલ્લાના ૨૦૦ થી વધુ કર્મચારીએ પેન્શન વધારવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લા તેમજ અન્ય જિલ્લાના ૨૦૦ થી વધુ નિવૃત એસ.ટી કર્મચારીઓએ એમની પેન્શનનો વધારા કરવાની માંગને લઈ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લાના નિવૃત એસ.ટી. કર્મચારીઓ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, એસટી વિભાગના જી.એસ.આર.ટી.સી. ના તમામ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન સ્કીમ ઈ.પી.એસ ૯૫ થી લાગુ કરવામાં આવી છે. સરકારના નાના મોટા તમામ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને વખતે વખત લાગુ થતા લાભો ટી.એ તથા લાભો ટી. એ તથા ડી.એ જેવા મોંઘવારી લાભો મોંઘવારીને ધ્યાને લઈ આપવામાં આવે છે પરંતુ ગુજરાત એસ.ટી વિભાગના નિવૃત કર્મચારીઓને આં અંગેના કોઈપણ લાભો આપવામાં આવતા નથી એસટી કર્મચારીઓને રૂપિયા ૭૦૦ થી ૧,૨૦૦ પેન્શન ચૂકવવામાં આવે છે. સરકારના નાના મોટા તમામ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને વખતો વખત લાગુ થતા લાભો ટી.એ થતા ડી.એ એવા મોંઘવારીના લાભો આપવામાં આવે છે પરંતુ ગુજરાત એસ.ટી વિભાગના નિવૃત કર્મચારીઓને આ અંગે કોઈ લાભ આપવમાં આવતું નથી.તેઓને માત્ર ૭૦૦ થી ૧૨૦૦ સુધી નું પેન્સન આપવામાં આવે છે એસ.ટી કોર્પોરેશન જે ઓલ ઇન્ડિયામાં સારામાં સારૂં વહીવટ ધરાવતું મોટામાં મોટું કોર્પોરેશનછે તેમજ આ કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયેલ કર્મચારિઓએ ઉત્સાહપૂર્વક શોભેલી ફરજ નિભાવેલી પણ છે તેમ છતાં એસ.ટી કર્મચારીઓનો લાભ નિવૃત્ત એસ.ટી કર્મચારીઓનું આપવામાં આવતું નથી જેને લઈ અવારનવાર લાગતા વળગતા અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં હાલ સુધી એસટી વિભાગના નિવૃત કર્મચારીઓને કોઈ લાભ ન આપી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યું નથી જેથી એસટી વિભાગના નિવૃત્ત કર્મચારીઓની પેન્શનમાં વધારો થાય એવી માંગ સાથે દાહોદ જિલ્લા સેવા સદન હાજર રહી જિલ્લા કલેકટર ના આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: