દાહોદ શહેરમાં બેન્કના ગ્રાહકોના ઉઘરાણીના રોકડા રૂપીયા ૧.૮૬ લાખની છેતરપીંડી, ઠગાઈ કરતાં પોલીસમાં ફરિયાદ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૩

દાહોદ શહેરમાં એક ઈસમે બેન્કના ગ્રાહકોના લોનના હપ્તાના રોકડા રૂપીયા ૧,૮૬,૧૦૯ની ઉઘરાણી કરી બેન્કમાં જમા નહીં કરાવી પોતાના અંગત કામમાં વાપરી નાંખી બેન્ક સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં જુના પારીયા ગામે રહેતો ભરતભાઈ રાજેશભાઈ માછી દાહોદ શહેરમાં આવેલ એક બેન્કમાં કામ કરતો હતો. તારીખ ૨૯.૦૬.૨૦૨૧ થી તારીખ ૨૦.૦૭.૨૦૨૨ના સમયગાળા દરમ્યાન ભરતભાઈએ બેન્કના ગ્રાહકનો લોનના હપ્તા પેટે કુલ રોકડા રૂપીયા ૧,૮૬,૧૦૯ની ઉઘરાણી કરી હતી અને આ રોકડા રૂપીયા બેન્કમાં જમા ન કરાવી પોતાના અંગત કામમાં ઉપરોક્ત રકમ વાપરી નાંખતાં આ અંગેની જાણ બેન્કને થતાં બેન્કમાં ફરજ બજાવતાં રંગીતસિંહ કિશોરસિંહ ચૌહાણે દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: