ઝાલોદ નગરમાં ઢોલ નગારા સાથે બી.ટી.પી. પાર્ટી પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યાં : એએસપી વિજયસિંહ ગુર્જરના સમર્થનમાં ઝાલોદ બી.ટી.પી.ના આગેવાનો સહિત સમર્થકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદપત્ર આપવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના ઝાલોદમાં એએસપી તરીકે ફરજ બજાવતાં વિજયસિંહ ગુર્જરના સમર્થનમાં આજરોજ ઝાલોદ તાલુકાના બી.ટી.પી. (ભારતીય ટ્રાયબલ પાર્ટી) દ્વારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સંબોધતું એક આવેદનપત્ર ઝાલોદ પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું હતું.
ઝાલોદ નગરમાં ગણેશ વિસર્જનના દિવસે રાત્રીના સમયે ઝાલોદ નગરમાં એએસપી વિજયસિંહ ગુર્જર દ્વારા હિન્દુ યુવકોને પોલીસ મથકે લઈ જઈ ઢોર માર માર્યાેં હોવાના આક્ષેપો સાથે એક દિવસ ઝાલોદ નગર સજ્જડ બંધ રહ્યું હતું અને એ.એસ.પી. વિજયસિંહ ગુર્જરની અન્ય સ્થળે તાત્કાલિત બદલી કરવામાં આવે તેવી હિન્દુ સંગઠનો દ્વારા માંગણી કરવામાં આવી હતી અને ઝાલોદ નગરમાં વિજયસિંહ ગુર્જરનો વિરોધ નોંધાવી રેલી પણ કાઢી હતી ત્યારે ઝાલોદ નગરના ઘણા હિન્દુ, મુસ્લિમ અને અન્ય સમાજના લોકો દ્વારા વિજયસિંહ ગુર્જરના સમર્થનમાં સોશીયલ મીડીયામાં ઉતર્યા હતાં અને તેઓની નિષ્ઠાસભર કામગીરીને બિરદાવી સોશીયલ મીડીયામાં લોકોએ વિજયસિંહ ગુર્જરના સમર્થનમાં પોત પોતાના વોટ્સ એપ સ્ટેટસમાં વિજયસિંહ ગુર્જરની કામગીરીને સમર્થન આપ્યું હતું ત્યારે આજરોજ ઝાલોદ તાલુકાના બી.ટી.પી. (ભારતીય ટ્રાયબલ પાર્ટી) દ્વારા પણ વિજયસિંહ ગુર્જરના સમર્થનમાં રેલી કાઢી હતી અને ઝાલોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, એએસપી વિજયસિંહ ગુર્જર ઝાલોદમાં આવ્યાં પછી દારૂ સંબંધી પ્રવૃતિમાં, જુગાર, ઝઘડા, બબાલ તથા મહિલાઓ સંબંધી અપરાધોમાં ઘણો સુધારો આવ્યો છે. દાહોદ જિલ્લાને રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર લાગતી હોવા છતાં દારૂ તથા અન્ય માદક પદાર્થાેની હેરાફેરી જેવી પ્રવૃતિઓ પર ઘણું નિયમંત્ર છે. અપરાધ પર નિયંત્રણ તથા ગુન્હેગારોને સુધારી એએસપી દ્વારા ઘણા કામો કરવામાં આવ્યાં છે. પોતે આ બાબતે સાક્ષી હોવાનું પણ જણાવ્યું હતું. વિજયસિંહ ગુર્જર દ્વારા ગરીબો, આદિવાસી તથા અન્ય પીડીતો સાથે ઘણો સારો વ્યવહાર કરે છે. વિજયસિંહ ગુર્જર તમામ લોકો સાથે સભ્યતાથી વાત કરે છે. વિજયસિંહ ગુર્જર દ્વારા તણાવ, ઝઘડા તથા વિવાદોને દુર કરવા માટે ગામડે ગામડે જઈ લોકોની સમસ્યાઓનું સમાધાન કરે છે. રામનવમી, હોળી, વિશ્વ આદિવાસી દિવસ, તિરંગા યાત્રા, મોહરમ, ઈદ તથા ગણપતિ મહોત્સવમાં પણ વિજયસિંહ ગુર્જર દ્વારા કાયદો અને વ્યવસ્થા સારી રીતે જાળવી રાખ્યો હતો માટે કેટલાંક લોકો દ્વારા બિન જરૂરી તેમનો વિરોધ અને ખરાબ વર્તન કર્યું છે તે ખરેખર ખોટું અને દારૂ જુગાર જેવી પ્રવૃતિઓ બંધ થઈ જતાં ઝાલોદ પોલીસ તથા એએસપી વિરૂધ્ધમાં દ્વેષભાવ રાખેલ છે જેથી એએસપી ગુર્જરનું સમર્થન પુરૂં પાડી બી.ટી.પી.ના આગેવાનો સહિત કાર્યકર્તાઓએ ઝાલોદ પ્રાંત અધિકારીને વિજયસિંહ ગુર્જરના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.