દાહોદ તાલુકાના દેલસર ગામે ચુંટણીની અદાવતે પાંચ જણાએ ભેગા મળી એકને ફટકાર્યાેં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૫
દાહોદ તાલુકાના દેલસર ગામે ચુંટણીની અદાવતે પાંચ જણાએ ભેગા મળી એકને લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૧૩મી સપ્ટેમ્બરના રોજ દાહોદ તાલુકાના ઉકરડી ગામે ગાતલા ફળિયામાં રહેતાં રાકેશભાઈ ગજુભાઈ માવી, સંજયભાઈ ગજુભાઈ માવી, વિનોદભાઈ રમુભાઈ માવી, વનરાજભાઈ રાજુભાઈ માવી તથા અર્જુનભાઈ વરસીગભાઈ માવીનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે લાકડીઓ લઈ ઉકરડી ગામે વડલી ફળિયામાં રહેતાં વિક્રમકુમાર રૂમાલભાઈ પરમાર દેલસર ગામેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે તેઓને રસ્તામાં રોકી બેફામ ગાળો બોલી, ચુંટણીની અદાવતે વિક્રમકુમારને લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત વિક્રમકુમાર રૂમાલભાઈ પરમારે દાહોદ બી ડિવીઝનમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

