ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડ પર લૂંટની ઘટના : ભાગતા લૂંટારૂને દુકાનદાર તેમજ રાહદારીએ પડકાર્યો : દાહોદમાં બાઈક પર આવેલા લુટારૂએ મોબાઈલની દુકાનમાં બંદૂકની અણીએ રૂા. ૫૦ હજારની લુંટ ચલાવી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૬

દાહોદ શહેરમાં ટ્રાફિક થી ધમધમતા તેમજ હાર્દ સમા ગણાતા સ્ટેશન રોડ ઉપર આવેલી મોબાઈલની દુકાનમાં કોસ્મેટિક આઈટમોના ફેરીયાના સ્વાગમાં આવેલા લૂંટારૂંએ મોબાઇલમાં મોબાઇલની દુકાનમાં ઘુસી બંદૂકની અણીએ મોબાઈલ તેમજ રોકડ રકમની સનસનાટી ભરી લૂંટ ચલાવી ભાગી છુટવામાં સફળ રહ્યો છે જાેકે આ લૂંટની ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ જવા પામી હતી.
દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા ટાઈટનિક કોમ્પ્લેક્સના ભોયતળિયે આવેલી બદરી મોબાઈલ નામક દુકાન ચલાવતા મુસ્લિમભાઈ આજરોજ સાંજના ૪ વાગ્યાના સુમારે કોસ્મેટીક આઈટમોના વેચાણ કરવાના ફેરિયાના સ્વાન્ગમાં સ્ૐ – ૩૦ – છઁ – ૨૯૯૭ નંબરની મોટરસાયકલ પર આવેલા લુટારૂએ મોબાઈલ ખરીદવાના નામેં દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં બેસેલા મુસ્લિમભાઈ ને રિવોલ્વર બતાવી અને તેની પાસેથી મોબાઇલ તેમજ ૫૦ હજારની રોકડ રોકડ રૂપિયાની લૂંટ ચલાવી ભાગવાનો પ્રયાસ કરતા દુકાનદાર મુસ્લિમભાઈ તેમજ રોડ પર ઉભેલા એક રાહદારી
વૃદ્વ લુરારુંને પડકારતા બંદૂક દેખાડી પોતાનું કોસ્મેટિકનું સમાન રોડ પર મૂકી ભાગી છૂટ્યો હતો જાેકે આ સમગ્ર ઘટના કોમ્પ્લેક્સમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી જે બાદ ત્યાંથી પસાર થતા દાહોદના જાગૃત પત્રકારોએ ઘટના સબંધે આ મામલે પોલીસને જાણ કરતા દાહોદ એલસીબી, દાહોદ ટાઉન એ ડીવીઝન, બી ડીવીઝન, પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે લુરારૂનો પગેરૂ શોધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની જાણ દાહોદ પોલીસને તથા દાહોદ પોલીસ નો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અજાણ્યા લુંટારા ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!