સમગ્ર ઘટના સરપંચના ઘરે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ : ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો : ગરબાડા તાલુકાના વડવા ગામે દીપડાની દસ્તક : દિપડાએ ચાર મરઘાનો શિકાર કર્યાેં

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૬

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વડવા ગામે ખોરાકની શોધમાં છેલ્લા ત્રણ દિવસથી નજરે પડતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. દિપડાએ એક મરધાનું પણ માર કર્યું છે ત્યારે આ અંગેની જાણ સ્થાનીક વન વિભાગના કર્મચારીઓને થતાં વન વિભાગના કર્મચારીઓ દ્વારા દિપડાને પાંજરે પુરવાની કામગીરી સાથે સાથે ગ્રામજનોને સચેત રહેવાની પણ સુચનાઓ આપવામાં આવી હતી.
ગરબાડા તાલુકાના વડવા ગામના બિલવાલ ફળીયામાં ખોરાકની શોધમાં છેલ્લા ત્રણ દિવસથી વન્ય પ્રાણી દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. આ ઘટના સરપંચના ઘરે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. હાલ ગ્રામજનો દ્વારા દીપડાને પાંજરે પુરવા વન વિભાગને મૌખિકમાં જાણ કરાઈ છે ત્યારે દીપડાએ બે દિવસ દરમિયાન ગામમાં મરઘાંને શિકાર કરીને લઈ જતા જાેવા મળ્યો છે. દીપડો ગામમાં આવવાની ઘટના સરપંચના ઘરે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. છેલ્લા ત્રણ દિવસથી ગામમાં દીપડાની હાજરીથી ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવન વ્યતીત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ વન વિભાગના જણાવ્યા અનુસાર એક સર્વે પ્રમાણે ગરબાડા રેન્જમાં ૨૦ થી વધુ દીપડા હોવાનો અનુમાન છે જાે કે વન વિભાગની વસ્તી ગણતરી પ્રમાણે હાલ આ વિસ્તારમાં છ દીપડા થયા થવાની પુષ્ટિ કરાઈ છે ત્યારે વડવા ગામમાં ખોરાકની શોધમાં છેલ્લા ત્રણ દિવસથી આવી રહેલા વન્યપ્રાણી દીપડો રેન્જમાં વસવાટ કરતા દીપડામાંનો એક છે. કે પછી અન્ય કોઈ જગ્યાએથી ખોરાકની શોધમાં વિચરણ કરતો આ વિસ્તારમાં દીપડો આવી ગયો છે. તે હાલ વન વિભાગ માટે તપાસનો વિષય બની જવા પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!