દાહોદ તાલુકાના રળીયાતી નજીક ૧૯ વર્ષીય મંદબુધ્ધિની યુવતી ઉપર નરાધમે દુષ્કર્મ આચરતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચ્યો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૭

દાહોદમાં મસ્જિદમાં સેવાનું કામ કરતા ગરીબ પરિવારની મૂક બધીર ૧૯ વર્ષીય યુવતી જાેડે તરવાડીયા ગામના નરાધમે દાહોદ નજીક આવેલ રળીયાતીના ર્નિજન વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતા દાહોદ શહેરના વ્હોરા સમાજમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આરોપી યુવક યુવતીને નિર્જન વિસ્તાર ખાતે લઈ ગયો હોવાની માહિતી પરિવારજનોને થતાં પોલીસ કાફલા સાથે તમામ લોકો ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં અને આરોપીને રંગેહાથ ઝડપી પાડી પોલીસે આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો પરંતુ દાઉદી વ્હોરા સમાજના લોકો જાેડે છેલ્લા બે મહિનામાં અસામાજિક તત્વો દ્વારા નિશાન બનાવતા તેમજ ગઈકાલે દાઉદી વ્હોરા સમાજની યુવતી જાેડે થયેલ દુષ્કર્મના મામલામાં થોડા સમાજના લોકોએ આજે પોતાના ધંધા રોજગાર બંધ કરી ઈતિહાસમાં પ્રથમ વખત રેલી સ્વરૂપે જિલ્લા પોલીસવડાની કચેરી પહોંચી આવેદન આપ્યું હતું તેમજ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદમાં દાઉદ વ્હોરા સમાજની મસ્જિદમાં કામ કરતા ગરીબ પરિવારની મૂક બધીર ૧૯ વર્ષીય યુવતીને દાહોદ તાલુકાના તરવાડીયા હિંમત ગામનો વિજયભાઈ રમેશભાઈ પણદાએ મંદ બુધ્ધિની યુવતીને પટાવી, ફોસલાવી રળીયાતી મુકામે આવેલા એક મકાનમાં લઈ જઈ પાસવી બળાત્કાર ગુજાર્યો હતો જાેકે પરિવાર અને પોલીસની સક્રિયતાના કારણે આરોપીને ઘટના સ્થળ પરજ ઝડપી પાડવામાં સફળતા મળી હતી. છેલ્લા બે માસ દરમિયાન વોરા સમાજના લોકો જાેડે બે ત્રણ બનાવો બનતા તેમજ ગઈકાલે યુવતી જાેડે દુષ્કર્મ બાદ વોરા સમાજમાં ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો કરતા રોષની લાગણી ફેલાઈ હતી અને તેના પરિણામ સ્વરૂપ ખુબ જ શાંતિ પ્રિય ગણાતી દાઉદી વ્હોરા કોમે આજરોજ દાહોદના ઈતિહાસમાં પ્રથમ વખત પોતાના ધંધા રોજગાર બંધ કરી સવારે ૧૦ઃ૦૦ વાગ્યાના સુમારે હુસેની મસ્જિદ ખાતે ભેગા થયા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે એમ.જી.રોડ,નગરપાલિકા, માણેકચોક, ભગીની સમાજ, સ્ટેશન રોડ થઈ સ્વામી વિવેકાનંદ સર્કલ પર આવ્યા હતા જ્યાં દાહોદ લોકસભાના સાંસદ જશવંતભાઈ ભાભોરે દાઉદી વ્હોરા સમાજના આગેવાનો જાેડે મુલાકાત કરી ન્યાય અપાવવાની બાંહેધારી આપી હતી ત્યારબાદ આ રેલી જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચી હતી અને ત્યાં જિલ્લા પોલીસ વડાને સંબોધતું આવેદનપત્ર એ.એસ.પી જગદીશ બાંગરવાને સુપ્રત કર્યો હતો અને આરોપીને કડકમાં કડક સજા થાય થાય તેવી માંગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: