ધાનપુર તાલુકાના લીલીઆંબા ગામે હેડપંપ ઉપરથી પાણી ભરવા બાબતે ત્રણ ઈસમોએ એખ મહિલા સહિત ત્રણને ફટકાર્યા
દાહોદ તા.૧૪
ધાનપુર તાલુકાના લીલીઆંબા ગામે હેડપંપ ઉપરથી પાણી ભરવા બાબતે ત્રણ ઈસમોએ એક મહિલા સહિત બે જણાને છુટ્ટા પથ્થરો તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
ધાનપુર તાલુકાના લીલીઆંબા ગામે રહેતા નબળાભાઈ વરસીંગભાઈ ભુરીયા, બચુભાઈ દેવલાભાઈ ભુરીયા તથા કેશાભાઈ વરસીંગભાઈ ભુરીયાએ પોતાના ગામમાં આંબા ફળિયામાં રહેતા શનીયાભાઈ સીમળીયાભાઈ ભુરીયાના ઘરે આવી, તમો અમારા હેડપંપ ઉપરથી પાણી કેમ ભરો છો, તેમ કહી એકદમ ઉશ્કેરાય ગયા હતા અને છુટ્ટા પથ્થરો વડે તથા ગડાદાપાટ્ટુનો માર મારી શનીયાભાઈ, ચતુરીબેન તથા ભલાભાઈને શરીરે,હાથે પગે ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી.
આ સંબંધે શનીયાભાઈ સીમળીયાભાઈ ભુરીયાએ ધાનપુર પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.