દાહોદ શહેરમાં ૧૯ વર્ષીય યુવતી પર નરાધમે દુષ્કર્મ આચર્યાની ઘટના સંદર્ભે દાહોદ આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટી દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલ પીડીતાને ન્યાય મળે તે માટે કલેક્ટર અને એસપીને આવેદનપત્ર સુપ્રત
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૧
દાહોદ શહેરની મુખબધીર યુવતી સાથેની દુષ્કર્મની ઘટનાને વખોડી કાઢી ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માટે અને પીડીતા અને પીડિતાના પરિવારને ન્યાય મળે દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ અને દાહોદ આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર અને દાહોદ એસ.પી કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા અને દાહોદ આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર અને એસ.પી.ને સંબોધતું આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર દાહોદ શહેરમાં ત્રણ દિવસ અગાઉ બનેલી ચકચારી દુષ્કર્મની ઘટનાને લઈને દરેક સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને આવું કૃત્ય કરનારા આરોપીઓને કડકમાં કડક સજા મળે અને ફાસ્ટ ટ્રેક કોર્ટોમાં આવા કેસો ચાલે તે માટેની માંગો દરેક સમાજ દ્વારા કરવામાં આવી છે ત્યારે દાહોદ આદિવાસી સમાજ દ્વારા પણ આવું ધીનોનું કૃત્ય કરનાર તરવાડીયા ગામના અસામાજિક ઈસમ વિજય પંણદા દ્વારા જે મુખબધીર ૧૯ વર્ષીય યુવતીનું અપહરણ કરી અવાવરું જગ્યા ઉપર લઈ જઈને દુષ્કર્મ ગુજારી સમાજને ન શોભે તેવી ઘીનોની હરકત કરી આવા કૃત્ય કરવાવાલા ઈસમને આદિવાસી સમાજ શખ્ત શબ્દોમાં વખોડી કાઢી અને ભવિષ્યમાં કોઈ પણ સમાજ જાેડે આવી ઘીનોની હરકત ન બને તે માટે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી અને આવા આરોપીઓના ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને કડક સજા મળે અને પીડીતાના પરિવારને જલ્દી ન્યાય મળે તેમજ પીડીતાને સરકાર દ્વારા વળતર ચુકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.