દાહોદ તાલુકાના ખરોદા ગામે રહેણાંક મકાનમાંથી પોલિસે કુલ રૂ.૪૨ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી
દાહોદ તા.૧૪
દાહોદ તાલુકાના ખરોદા નાની છાયણ ફળિયામાંથી એક રહેણાંક મકાનમાંથી પોલિસે પ્રોહી રેડ દરમ્યાન મકાનમાંથી કુલ રૂ.૪૨,૦૦૦ હજારના પ્રોહી જથ્થા સાથે ઘરધણીને ઝડપી પાડ્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના ખરોદા ગામે નાની છાયણ ફળિયામાં રહેતા મકનસિંહ નાનજીભાઈ ભુરીયાના રહેણાંક મકાનમાં પોલિસે ગત તા.૧૩.૧૦.૨૦૧૯ના રોજ ઓચિંતી પ્રોહી રેડ કરી મકાનમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૫૧૬ જેની કુલ કિંમત રૂ.૪૨,૦૦૦ હજારની કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે મકનસિંહ નાનજીભાઈ ભુરીયાને ઝડપી પાડી દાહોદ તાલુકા પોલિસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.