દાહોદના સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી અને એસપી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૩

દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા એસ.પી. બલરામ મીણાએ ૧૩૩ – ગરબાડા એસ.ટી વિધાનસભા અને ધાનપુર તાલુકામાં સમાવિષ્ટ સંવેદનશીલ, ઓછા ટકાવારી ધરાવતા ૧૪ ગામોના ૨૩ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. અને મતદાન ટકાવારી કઈ રીતે વધે તે અંગે સબંધિત ચુંટણી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતાં તેમજ અહીંના ગ્રામજનો મોટી સંખ્યામાં મતદાન પ્રક્રિયામાં ભાગ લે તે માટે લોકજાગૃતિના કાર્યક્રમો મોટા પ્રમાણમાં યોજવા જણાવ્યું હતું.
દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકની મુલાકાત દરમિયાન ૧૩૩ – ગરબાડા ચુંટણી અધિકારી, બંને તાલુકાના મામલતદાર, સંબધિત પોલીસ સ્ટેશન ઇન્ચાર્જશ્રી, સ્થાનિક ગામોના સરપંચઓ અને જે તે મતદાન સ્થળના બી. એલ. ઓ. હાજર રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!