દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામેથી ક્રુઝર ફોર વ્હીલર ગાડીની ચોરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામે ઘરના આંગણે લોક મારી રાખેલ ક્રુઝર ફોર વ્હીલર ગાડીની ચોરી કરી વાહન ચોર ટોળકી ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ગત તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ દુધામલી ગામે પ્રમુખ ફળિયામાં રહેતાં અજયભાઈ બળવંતસિંહ મોહનીયાએ પોતાની ક્રુઝર ફોર વ્હીલર ગાડી પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ ક્રુઝર ફોર વ્હીલર ગાડીને રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ક્રુઝર ફોર વ્હીલર ગાડીનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે અજયભાઈ બળવંતભાઈ મોહનીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.