ગાંધીનગર વિકાસ કમીશ્નરને સંબોધતું આવેદનપ પત્ર આપવામાં આવ્યું : ફતેપુરાના આમલીખેડા ગામના સરપંચ દ્વારા નાણાંપંચના નાણાંની ઉચાપત કરી હોવાના ગ્રામજનોના આક્ષેપો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૫

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આમલીખેડા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ૧૫ નાણાંપંચની ગ્રાન્ટમાંથી ઉચાપત કરી હોવાના આક્ષેપો સાથે આમલીખેડાના ગ્રામજનો દ્વારા આ મામલે વિકાસ કમીશ્નર, ગાંધીનગરને સંબોધતું એક આવેદનપત્ર દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કરવામાં આવેલ છે.
આમલીખેડાના ગ્રામજનો દ્વારા વિકાસ કમીશ્નર, ગાંધીનગરને સંબોધતું એક આવેદનપત્ર દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કરવામાં આવ્યું હતું જેમાં જણાવ્યાં અનુસાર, સરકાર દ્વારા ગ્રામ પંચાયતોના વિકાસ માટે નાણાંચપની ગ્રાંટનું આયોજન કરવામાં આવેલ છે જેથી ગ્રામ પંચાયતની સુવિધાઓનો સારો વિકાસ થઈ શકે પરંતુ આમલીખેડા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા નાણાંપંચની મળતી ગ્રાન્ટમાંથી કોઈપણ પ્રકારનું કામ વગર બોગસ બીલો બનાવી સરકારી પૈસાનો દુરૂપયોગ કરેલ તેમજ નાણાં ચાઉં કરી ગયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં છે. વધુમાં જણાવ્યાં અનુસાર, આમલીખેડા ગ્રામ પંચાયતના સરપંચ મહીડા રવિન્દ્રભાઈ કોયાભાઈ તથા તલાટી કમ મંત્રી બંન્નેએ મળીને વર્ષ – ૨૦૨૧ – ૨૨ની ગ્રાંન્ટમાંથી કોઈપણ પ્રકારનું કામ કર્યા વિના તેમના મળતીયાઓની એજન્સીઓમાં ચુંકવણું કરી નાણાંની મોટી રકમની ઉચાપત કરેલ છે જેમાં શૌચાલયના કામમાં રૂા. ૧,૯૫,૬૦૦, મેળ ફળિયામાં નાળાના કામમાં રૂા. ૯૦,૦૦૦ અને સીસી રોડના કામમાં રૂા. ૯૮,૦૦૦ની ઉચાપત કરેલ છે માટે સરપંચને હોદ્દા પરથી દુર કરવામાં આવે તેવી આમલીખેડાના ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: