ખરેડીમાં મેગા કેમ્પ, મનકી બાત અને બાદ ભોજન અને સંગઠનની બેઠકો લીધી : દાહોદ,ગરબાડા વિધાનસભામાં કેન્દ્રીય મંત્રીના પ્રવાસ બાદ સાંસદ સક્રિય થયા
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લામાં ભાજપની ગાડી હવે ત્રીજા ગેરમાં દેડી રહી હોય તેમ લાગી રહ્યુ છે.કારણ કે દાહોદ અને ગરબાડા વિધાનસભા બેઠકો સર કરવા માટે નેતાઓ અત્યારથી કમર કસી રહ્યા છે.કેન્દ્રી મંત્રીના બે દિવસીય પ્રવાસ બાદ હવે આ વિસ્તારોમાં સાંસદ ફરી સક્રિય થઇ જતાં કાર્યકરો પણ દોડવા માંડ્યા છે.કારણ કે જિલ્લામાં તમામ ૬ બેઠકો જીતવાનો ભાજપાનો લક્ષ્યાંક છે.
દાહોદ જિલ્લામાં ત્રણ બેઠકો ભાજપાના કબ્જામાં છે અને ત્રણ બેઠકો પર હાલ પંજાની પકડ છે.બીજી તરફ આદિવાસી બેઠકો પર ભાજપ અને કોંગ્રેસનો ડોળો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વ પ્રથમ દાહોદમાં આદિવાસી મહાસંમેલનમાં જ કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો બીજી તરફ આદિવાસી અધિકારી યાત્રાની શરૂંઆત પણ રાહુલ ગાંધીએ દાહોદથી જ કરી હતી.આમ બંન્ને પક્ષોના દાવ આદિવાસી બેઠકો પર છે ત્યારે દાહોદ જિલ્લામાં ચુંટણીની તડામાર તોયૈરાઓ શરૂં થઈ ચુકી છે.
ભાજપા તેના માઈક્રો પ્લાનીંગ સાથે ચાલી રહ્યુ હોવાનુ જણાઈ રહ્યુ છે ત્યારે કોંગ્રેસ પણ તેની વ્યુહ રચના ઘડી રહ્યુ છે. ભાજપાના મધ્યપ્રદેશના વિસ્તારકો ગામડાં ખુંદી રહ્યા છે અને સ્થાનિક કાર્યકરો સાથે મળીને તલસ્પર્શી તપાસ કરી રહ્યા છે. સંગઠનાત્મક રીતે જે કંઇ પણ ત્રૂટિઓ લાગે તેને દુર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશના ઉચ્ચ કક્ષાના હોદ્દેદારો હવે ચુંટણી સુધી દાહોદ જિલ્લામાં તેમને સુપરત કરેલા વિસ્તારોમાં જ રહેશે અને તેઓ રાત દિવસ એક જ ચુંટણી લક્ષી કામગીરી કરશે.
બીજી તરફ કેન્દ્રીય શહેરી વિકાસ રાજ્ય મંત્રી કોશલ કિશોર બે દિવસીય સમીક્ષા કાર્યક્રમમાં દાહોદ અને ગરબાડા વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિસ્તતારોની મુલાકાત લીધી હતી તેમની સાથે જિલ્લા સંગઠન અને ચુંટાયેલા તમામ પ્રતિનિધિઓ રહ્યા હતા અને જેમ કોઇ યુધ્ધ લડવાનુ હોઇ તેવી રીતે તેઓએ તાલીમબદ્ધ કર્યા હતા. શ્રમિકો સાથે ભોજન પણ લીધુ હતુ તેમજ પ્રબુધ્ધ નાગરિકો અને વેપારીઓ સાથે પણ મુલાકાતો કરી હતી.વીઆઇપી કલ્ચર કોરાણે મુકીને નેતાઓ ગામડાં અત્યારથી જ ખુંદી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રીના પ્રવાસ બાદ તુરંત જ હવે આ જ વિસ્તારોમાં સ્થાનિક સાંસદ જશવંતસિંહ ભાભોરે મોરચો સંભાળ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન સેવા પખવાડિયા અંતર્ગત મેદા મેડીકલ કેમ્પમાં સાસંદની હાજરીમાં ૫૨૭ લોકોની તપાસ કરી તેમને દવા આપવામાં આવી હતી.મન કી બાતનો કાર્યક્રમ પણ દાહોદ વિધાનસભાના ગામડામાં થયો હતો. એટલું જ નહી તેમણે ભોજન પણ ગામડામાં કાર્યકરને ઘરે લઇને તાલુકા સંગઠનની બેઠક સાથે દાહોદ શહેર અને ગ્રામયના બક્ષીપંચ મોરચાસાથે પણ મિટીંગ કરી હતી. સોમવારે તેઓ દાહોદ શહેરમાં તાલુકા સંકલનની બેઠક બાદ રામજી મંદિરે જશે અને શહેર સંગઠનની બેઠક લીધા બાદ માં સાંજે માં શક્તિ ગરબાનું ઉદ્ધાટન કરશે.આમ નેતાઓ આ વિધેાનસભા વિસ્તારોમાં જરાય કાચુ કાપવા માંગતા હોય તેમ જમાતુ નથી.

