ગરબાડાના આંબલી ખજુરીયા ગામે ૨૦ વર્ષીય પરણિતાએ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આંબલી ખજુરીયા ગામે એક ૨૦ વર્ષીય પરણિતાએ અગમ્યકારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. ગત તા.૨૯મી સપ્ટેમ્બરના રોજ આંબલી ખજુરીયા ગામે વેડ ફળિયામાં રહેતાં રમીલાબેન નીલેશભાઈ ભાભોરે કોઈ અગમ્યકારણોસર પોતાના ઘરમાં આવેલ રૂમમાં લાકડાના સરા સાથે ઓઢળી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાને પગલે પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક પરણિતાના મૃતદેહને નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યાં હતાં. આ સંબંધે મૃતક પરણિતાના પતિ નીલેશભાઈ જાલુભાઈ ભાભોરે જેસાવાડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.